આજે સમગ્ર વિશ્વમાં જ્યારે યોગ દિવસ ની ઉજવણી કરાઈ રહી છે ત્યારે દાહોદ ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર વિશ્વ યોગ દીવસની ઉજવણી રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં અને મુખ્ય મહેમાન સાંસદ જસવંતસિંહની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
દાહોદ જીલ્લાનાં મુખ્ય પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે વહેલી સવારે 5.30 વાગે 10માં વિશ્વ યોગ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ દાહોદ જિલ્લા હર્ષિત ગોસવિ એ શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહએ જણાવ્યું હતું કે આપણા દેશની મોદી સરકાર 9 વર્ષ ની ઉજવણી કરી રહી છે ત્યારે વિશ્વ યોગ દિવસ પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર ભારત દેશ નહિ પરંતુ સમગ્ર વિશ્વને સુખાકારી માટે આપી સંસ્કૃતિનો અમૂલ્ય ભાગ એવા યોગ ને સમગ્ર વિશ્વના સુખાકારી માટે યુનાઈટેડ નેશન્સની ફલક ઉપર મૂકી આ અમૂલ્ય ભેટ સમગ્ર વિશ્વને આપી હતી. ત્યારબાદ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ એ વિશ્વ યોગ દિવસ ઉપર પોતાના પ્રતિભાવ આપતા કહ્યું હતું કે આજે સમગ્ર વિશ્વમાં આજનો દિવસ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાતો થયો છે જેના લીધે લોકો પોતાનું આરોગ્ય નિરોગી રાખી શકે છે અને દાહોદ આનો શ્રેય આપડા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. તેઓએ દેશને તમામ ક્ષેત્રો ની સાથે સાથે આરોગ્ય સુખાકારી રાખવા માટે સમગ્ર વિશ્વમાં યોગને લોકોના ઘર ઘર સુધી પહોંચાડવા માટે યોગને વધુ અને વધુ મહત્વ આપી તેનો પ્રચાર પ્રસાર કર્યો અને કરાવ્યો. અને તેની સાથેજ દાહોદ વાસીઓને વિશ્વ યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી નું ન્યુયોર્ક થી જીવંત પ્રસારણ સમૂહમાં નિહાળ્યા બાદ યોગના ટ્રેનરો દ્વારા 45 મિનિટ સુધી યોગ કરાવડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 8000 જેટલા લોકોએ જિલ્લામાં જુદા જુદા સ્થળોએ ભાગ લીધો હતોઅને 8 વાગે આ સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર, મહેન્દ્ર ભાભોર, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, ASP જગદીશ બાંગરવા, એડિશનલ કલેક્ટર અશોક પાંડોર તેમજ સમગ્ર વહીવટી અધિકારીઓ , પોલીસ કર્મીઓ વિદ્યાર્થીઓ તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યોગ પછી દેવગઢ બારિયા સાંસદ યોગ સ્પર્ધાના વિજેતાઓ ને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.