દાહોદ નગરમા બની રહેલ નવીન છાબ તળાવ પર ફક્ત બહેનો માટે હુન્નર ગૃપના સહયોગથી દાહોદ નગર પાલિકા અને દાહોદ સ્માર્ટસિટી ડેવલોપમેન્ટ કંપની દ્વારા એક અનોખા કાર્યક્રમનુ આયોજન કરવામા આવી રહ્યું છે. જેનું નામ છે “સાડી વોકેથોન”
સાડીએ આપણી ભારતીય સંસ્કૃતિનુ પ્રતિક છે. તો ચાલો સૌ સાડી પહેરીને આ “સાડી વોકેથોન” કાર્યક્રમમાં સહભાગી થઈ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાની જનજાગૃતિમાં આપ આપનુ યોગદાન આપો. આ “સાડી વોકેથોન” કાર્યક્રમ આવતી કાલ તા.૧ જુલાઈ, ૨૦૨૩ ને શનિવારનાં રોજ સાંજના ૦૪:૦૦ કલાકે રાખવામાં આવેલ છે. “સાડી વોકેથોન” નાં કાર્યક્રમ માં જે પણ બહેનોએ ભાગ લેવો છે તેઓએ સૈફી હોસ્પિટલ ની સામેના ગેટ થી નવીન બનેલ છાબ તળાવમાં એન્ટ્રી લેવાની છે.
વિશેષતઃ સૌ બહેનોએ આ કાર્યક્રમ માં સાડી ફરજીયાત પહેરી ને જ આવવાનું છે. જેમાં આપ ભારતીય પારંપરિક રીતે ગુજરાતી, બેંગોલી, સાઊથ ઈન્ડીયન, મરાઠી કે આપને જે પણ સ્ટાઈલમાં સાડી પહેરતા આવડતી હોય તે સ્ટાઈલમાં પહેરીને આવી શકાશે.આપ આ “સાડી વોકેથોન“ માં ગ્રૃપ થીમમાં પણ આવી શકો છો. બેસ્ટ 5 ગૃપને ઇનામમાં ટ્રોફી આપવામા આવશે. તથા સાડી વોકેથોનમા આવનાર દરેક બહેનોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
નોંધઃ- વરસાદ હશે તો પણ આ કાર્યક્રમ યથાવત રહેશે. તથા વધુ માહિતી માટે નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. (૧) રીના પંચાલ – 9979251777, (૨) શ્રધ્ધા ભડંગ – 7016256980, (૩) કિરણ ચોપડા – 9429840111 તથા (૪) મુક્તિ સરૈયા – 9429804040