ભારે વરસાદ પછી કુવાઓમાં પાણીના સ્તર ઉંચા આવે છે પણ સંજેલી તાલુકામાં હજુ ધમાકેદાર વરસાદ થયો નથી.
દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં પંચાયતની વોટરર્વક્સ યોજના ચાલે છે પરંતુ ચાર ચાર કુવાઓ હોવા છતાંય કુદરતી રીતે કુવાઓમાં પાણીના સ્તર નીચે જતા હાલમાં પાણીની સમસ્યા ઉભી થયેલી છે. તેમાં પણ પ્લાનિંગ વિનાના આયોજનો ના કારણે સંજેલી મેનબજાર, મસ્જિદ ફળીયા, ચામડીયા ફળીયા, હોળી ફળિયા, માંડલી રોડ, નવી વસાહત, ઠાકોર ફળીયા જેવા કેટલાક વિસ્તારોમાં નળ યોજનાનું પાણી નિયમિત મળતું નથી. આથી લોકોને પાણી પણ દરરોજ વેંચાતા લેવાનો સમય આવ્યો છે. તળાવ પાસે આવેલા મીઠા પાણીના કુવા પર તેમજ કોટા રોડ પર આવેલ પલવાળા કુવા પર બહેનોને પાણી ભરવા માટે ગરગડીઓની કોઈ સગવડ નથી. એક તરફ પાણીની કટોકટી અને બીજી તરફ ભયજનક કુવાઓ પર પીવાના પાણી ભરવામાં કેવી મુશ્કેલીઓ પડે છે, તે તો સંજેલી નગરની બહેનો જ જાણે અગાઉના સરપંચો એ કુવાઓ પર ગરગડીઓની સગવડ હતી તે પણ લાંબી સોચ વિના તોડી પડતા આજે કુવાઓ પણ દયનિય હાલતમાં જોવા મળે છે.