પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા દાહોદ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જગદીશ બાંગરવા નાઓએ ગુમ/જાણવાજોગના કામે ગુમ વ્યક્તિઓને શોધી કાઢવા સારું પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચના આપે જે આધારે નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલ, ઝાલોદ ડિવિઝનનાઓએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ તથા C.P.I. એમ.કે. ખાંટ ઝાલોદ સર્કલનાઓની રાહબરી હેઠળ પો.સ.ઈ. એમ.એફ. ડામોર તથા લીમડી પોલીસની “SHE-TEAM” માં ફરજ બજાવતા વુ.હે.કો. હીનાબેન સોમાભાઈ તથા વુ.પો.કો. રૂપલબેન હેમાભાઈ તથા વુ.પો.કો. નીરૂબેન મલાભાઇનાઓએ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી જાણવા જોગના કામે ગુમ થયેલ છોકરી રીટાબેન ડોટર ઓફ મહેશભાઈ હરિભાઈ જાતે ડામોર ઉંમર વર્ષ 19 રહેવાસી સેવાનિયા નિશાળ ફળિયું તાલુકા સીંગવાડ જિલ્લા દાહોદની શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે..
આમ લીમડી પોલીસ સ્ટેશન જાણવા જોગ નંબર 09/2023 ના કામે ગુમ થયેલ છોકરીને શોધી કાઢતી લીમડી પોલીસની “SHE-TEAM”