દાહોદ જિલ્લાના સંજેલી થી ઝાલોદ રોડ પર વરસાદી પાણીનો નિકાલ ન થતા ત્યાં આવેલ પેટ્રોલ પમ્પ પાસેનો રસ્તો બેટમાં ફેરવાઇ ગયો હતો. બે દિવસ થયેલા ભારે વરસાદ પછી નાના વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જાઇ હતી.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં છેલ્લા બે દિવસ થી થયેલા સારા વરસાદને પગલે મંગળવારના રોજ ઝાલોદ રોડ પર આવેલ પેટ્રોલ પમ્પ પાસેનો રસ્તો બેટમાં ફેરવાયો હતો. વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ જ નક્કર આયોજન ન હોવાથી તેમજ રસ્તાની આજુબાજુમાં નવા મકાનો બની જતા વરસાદી પાણીના નિકાલ માંટે ની સમસ્યા ઉભી થઈછે ત્યારે ઝાલોદ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા નાના વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સંજેલી ઝાલોદ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. લોકોને પાડી જવાનો ભય પણ રહે છે.
હજી તો વરસાદ બરોબર પડ્યો નથી ત્યાં તો વરસાદી પાણી ભરાવવાની લોકો દ્વારા બૂમો ઉઠવા પામી છે ત્યારે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.