આજે તા.૧૧/૦૭/૨૦૨૩ ને મંગળવારના રોજ તાલુકા પંચાયત, દેવગઢ બારીયા ખાતે ICDS વિભાગ દ્વારા “શ્રી અન્ન” (મીલેટ્સ) વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું. જેના ભાગરૂપે જિલ્લા પ્રમુખ શીતલબેન વાઘેલા, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરા મેડમ, મહિલા મોરચાના પ્રમુખ મીરાબેન પરમાર તેમજ તાલુકા વિકાસ અધિકારી અને CDPO ઘટક ૧, ૨ અને ૩ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. “શ્રી અન્ન” (મીલેટ્સ) મતલબ વિવિધ પોષણયુક્ત અનાજમાંથી બનતી વિવિધ વાનગી અને જેના દ્વારા વ્યક્તિગત સર્વાંગી વિકાસનું મહત્વ જે અંતર્ગત ગ્રામ્ય ક્ષેત્રે આંગણવાડી કાર્યકરની હરીફાઈ યોજી જેમાંની વિજેતા બનેલ કુલ 34 બહેનો દ્વારા આજ રોજ પૌષ્ટિક વાનગી બનાવી “વાનગી હરીફાઈ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાનગીઓ આંગણવાડી ક્ષેત્રે આપવામાં આવતા T.H.R. અને મીલેટ્સમાંથી બનાવવામાં આવેલ હતી.
વધુમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા દ્વારા દરેકને માહિતગાર કરવામાં આવ્યા હતા કે 2023 વર્ષ આખા રાષ્ટ્રમાં મીલેટ્સ વર્ષ તરીકે ઉજવાય છે. આ મીલેટ્સના કાયદા વિશે પણ સમજ આપી હતી.
તદુપરાંત પ્રોગ્રામ ઓફિસર દ્વારા પણ દરેક આંગણવાડીમાં મીલેટ્સની વિવિધ વાનગી બનાવીને લોકોને જાગૃત કરવા અને તેઓ દ્વારા આ પ્રકારની પોષણયુક્ત વાનગી બનાવે તે માટે સૂચિત કરવામાં આવ્યા, જેથી કુપોષણમાં ઘટાડો આવી શકે.
વધુમાં કાર્યક્રમમાં વિજેતાને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવેલ હતો જેથી તેઓ જિલ્લા ક્ષેત્રે યોજનાર વાનગી હરીફાઈમાં ભાગ બનેલ છે.