Saturday, November 2, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ નગર પાલીકા પ્રમુખ, ચીફ ઓફિસર અને કાઉન્સિલરોએ પાટાડુંગરી ડેમ અને દાહોદના...

દાહોદ નગર પાલીકા પ્રમુખ, ચીફ ઓફિસર અને કાઉન્સિલરોએ પાટાડુંગરી ડેમ અને દાહોદના વોટર વર્કસની લીધી મુલાકાત

દાહોદ શહેરમાં પીવાના પાણીની બૂમો પડી રહી છે જેમાં પીવાનુ પાણી દાહોદ શહેરમાં સમયસર ન અપાતા ક્યાંકને ક્યાંક લોકો પીવાનું પાણી ખરીદીને લાવી વાપરવા મજબુર બન્યા છે, જેને લઈ ક્યાંકને ક્યાંક શહેર વાસીઓમાં નારાજગી જોવા મળી હતી. દાહોદ શહેરમાં સમયસર પાણી ન મળવાનુ મુખ્ય કારણ પાટા ડુંગરીથી દાહોદ આવતી પાઇપ લાઈનમાં જંગલી વનસ્પતિ ફસાઈ જતાં સમસ્યા સર્જાઈ હતી.

દાહોદ નગરપાલિકા દ્વારા પાણીની પાઇપ લાઈનને સફાઈ કરવાની કામગીરી સતત ચાર દિવસથી કરવામાં આવી રહી હતી જેના પગલે પાટાડુંગરી ની લાઈન કાલે સાફ થઈ ગઈ હતી જેના પગલે પાણી દાહોદ સુધી તો પહોચ્યું હતું પણ એ વનસ્પતિ પાણીની પાઇપ લાઈન મારફતે દાહોદના વોટર વર્ક્સ સુધી આવી જતાં પાઇપ લાઈન બ્લોક થઈ હોવાનું જણાવા મળતા દાહોદ પાલિકા ટીમ અને ચીફ ઓફિસર દાહોદ વોટર વર્કસ ખાતે જઈ અને ટેકનિકલ ટીમ દ્વારા વાલમાં ફસેલી કાનજી અને કચરો સાફ કરતા પાણીની આવક શરૂ થઇ ગઈ હતી અને હવે આજથી દાહોદ નગરમાં લોકોને પીવાનું પાણી રાબેતા મુજબ મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments