આદિજાતિઓના ઉત્થાન માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ત્યારે દાહોદ જિલ્લાના આદિજાતિ વિસ્તાર ધરાવતા ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામના ડામોર મૈત્રીબેન ગોવિંદભાઈ બાળપણ થી જ દર્દીઓને જોઈને લાગણીશીલ હોવાંને કારણે તેઓને સેવા કરવાની પ્રેરણા મળી અને તેમને ડોકટર બનાવાનું સપનું જોયુ. અને આજે એમનું આ સપનું સાકાર થઈ રહ્યું છે.
ગુલતોરાના મૈત્રીબેનને ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ વન બંધુ કલ્યાણ યોજના હેઠળ રૂ ૭.૬૫ લાખની અભ્યાસ અર્થે સહાય મળી છે. તેઓ દાહોદની ઝાયડસ મેડીકલ કોલેજમાં M.B.B.S. ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. M.B.B.S. માં અભ્યાસ કરતી મૈત્રીબેન જણાવે છે કે ભારત સરકારની ફ્રી શીપ કાર્ડની યોજનાને કારણે હું ચિંતા મુક્ત થઈ છું અને ખાનગી મેડીકલ કોલેજમાં અભ્યાસ કરી રહી છું. જે અંતર્ગત મારી સંપૂર્ણ ટ્યુશન ફી માફ થઈ છે. આ યોજનાથી મારું ડોકટર બનવાનું સ્વપ્ન સાકાર થશે. આ ફ્રી શિપ કાર્ડ સમગ્ર અભ્યાસ દરમિયાન મળશે. જેથી ફ્રી શીપ કાર્ડ યોજના મારા માટે અને મારા જેવા અન્ય અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.