KEYURKUMAR PARMAR –– DAHOD.
મધ્યપ્રદેશના ઝાબુઆ ગામનાં રહેવાસી ૧૨વર્ષની નિરાલીબેન ગોવિંદભાઇ માવીને છેલ્લા ૨ વર્ષ થી જમણી બાજુ સતત પેટ માં દુઃખાવો રહેતો હતો અને છેલ્લા ૬ મહિનાથી થોડો તાવ અને પેશાબમાં બળતરા જેવું થતું હતું. આ કારણોસર તેઓ તા. ૨૨/૦૬/૨૦૨૩ ના રોજ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમના (તપાસ કરવાવતાં માલુમ પડયું હતું કે) બધાજ રિપોર્ટ કરવામાં આવ્યા. સોનોગ્રાફીમાં જમણી બાજુ ૨ x ૨ CM ની પથરી જોવા મળી હતી.
તેમનું ઓપરેશન તા. ૧૨/૦૭/૨૦૨૩ ના રોજ ડો.હરેશ ઠુમર (યુરોલોજિસ્ટ) અને સર્જરી વિભાગના વડા ડૉ.શૈલેષ કે. રાઠોડ અને એમની ટીમ ડૉ.શૈલેષ પરમાર, ડૉ.સની પ્રજાપતિ, ડૉ.દિશાંક મોઢીયા, ડૉ.પ્રશાંત બામણ્યા અને એનેસ્થેટીક ડો. આનંદ દરજી દ્વારા સફળતા થી પાર પાડવામાં આવ્યું હતું.
તેમનું ઓપરેશન દૂરબીન થી એટલે કે PCNL દ્વારા કરવામાં આવ્યું હતું. ડો.હરેશ ઠુમરએ (યુરોલોજિસ્ટ) જણાવ્યું કે PCNL દ્વારા ઓપરેશન ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં પ્રથમ વખત કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન માં કમરના પાછળના ભાગમાં ૧ cm જેટલું કાણું કરવામાં આવે છે. તેમાંથી દૂરબીન પાસ કરી પથરીને તોડીને દૂર કરવામાં આવે છે. આ ઓપરેશનમાં કોઈ પણ ચીરો મૂકવાની જરૂર પડતી નથી. આ ઓપરેશન તદ્દન નિશુલ્ક પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત કરવામાં આવ્યું હતું.