KEYURKUMAR PARMAR –– DAHOD
સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરોદા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાંડા ખાતે મુલાકાત લીધી.
મંત્રીએ પ્રાથમિક શાળામાં મુલાકાત લઈ બાળકો સાથે સંવાદ કરી બાળકોને જ્ઞાન પીરસવામાં આવ્યું.
દાહોદ જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ કરી મળતા સરકારી લાભોની જાણકારી મેળવી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ , દાહોદ ખાતે ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો.
રાજ્ય સરકારના સહકાર, મીઠાઉધોગ છાપકામ અને લેખન સામગ્રી અને નાગરીક ઉડ્ડયન મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા દાહોદ જિલ્લાની મુલાકાત લીધી. મંત્રી દાહોદ જિલ્લાના ખરોદા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ખરોદા મુખ્ય પ્રાથમિક શાળા ની મુલાકત લીધી જ્યારે ટાંડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી., એ.પી.એમ.સી. દાહોદ, લોકો વર્ક શોપ યાર્ડ,અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત દાહોદ છાબ તળાવ નવીનીકરણ પ્રોજેક્ટની મુલાકાત લીધી.
પોતાના પ્રવાસ દરમિયાન સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્યલક્ષી સુવિધાઓનો તાગ મેળવ્યો હતો. ગ્રામીણ આરોગ્ય કેન્દ્રમાં જરૂરી દવાનો પુરતો જથ્થો, સાધન સામગ્રી, આરોગ્ય વિભાગનો સ્ટાફ જેવી બાબતોની સૂક્ષ્મ જાણકારી મેળવી, મંત્રીશ્રીએ આરોગ્ય કેન્દ્રના તમામ વિભાગો અને આશાવર્કર બહેનોની પણ મુલાકાત લીધી અને જરૂરી જાણકારીઓ મેળવી હતી.
સ્થાનિક નાગરિકો પાસેથી ઉપલબ્ધ સેવાઓ અંગેના અભિપ્રાય મેળવવા સાથે, તમામ ગ્રામજનો પાસે પીએમજય કાર્ડ છે કે નહી તે પણ સુનિશ્વિત કર્યું હતું અને આરોગ્ય કેન્દ્રના ડોક્ટર-નર્સ સાથે વાર્તાલાપ કરી સ્થાનિક ધોરણે ઉપસ્થિત થતા પ્રશ્નો જાણવાનો પણ પ્રયાસ કર્યા હતા.
ત્યારબાદ રાજ્ય સરકારના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા એ ખરોડા મુખ્ય પ્રાથમિક શાળા અને ટાંડા પ્રાથમિક શાળાની પણ મુલાકાત લઈ શાળાની વિગતો મેળવી હતી. સાથોસાથ આ વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ સાધી તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.મંત્રીશ્રીએ વિદ્યાર્થિનીઓનાં તમામ સુવિધાઓ અને સમગ્ર વ્યવસ્થા અંગે તલસ્પર્શી જાણકારી મેળવી હતી. આ સંવાદ દરમિયાન વિદ્યાર્થિનીઓના જવાબ અને પ્રતિભાવથી મંત્રીશ્રી ખૂબ જ પ્રભાવિત થયાં હતાં
રાજ્ય સરકારના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ,દાહોદ ખાતે ઉપસ્થિત રહી ખેડૂતોની ઉત્સાહ વધાર્યો હતો અને તેમને મુંઝવતા પ્રશ્નો પર ખેડૂતો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો અને જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે માટે આપડે બધાએ સાથે મળી આ દિશામાં કામ કરવું પડશે.
દાહોદ ખાતે આવેલ લોકો વર્ક શોપ યાર્ડ ની મંત્રીશ્રીએ મુલાકાત લઈ સમગ્ર કામગીરી નિહાળી હતી અને વર્કશોપ ની ઉપલબ્ધિ નિહાળી હતી ત્યારબાદ મંત્રીશ્રી સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત દાહોદ છાબ તળાવ નવીનીકરણ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી
આ પ્રસંગે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, મહેન્દ્રભાઈ ભાભોર, અધિકારીઓ , પદાધિકારીઓ, અગ્રણીઓ સહિત ખેડુતો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.