ફતેપુરા તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા આપેલા બંધનું એલાન સફળ. ફતેપુરા તાલુકાના દરેક કોમના વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખીને સ્વેચ્છાએ આદિવાસીઓના બંધના એલાનને સમર્થન આપ્યું હતું અને સંપૂર્ણ તાલુકામાં વેપાર ધંધા બંધ હતા.
મણીપુરમા આદિવાસી મહિલાઓને નગ્ન પરેડ કરાવી દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. આ ઘટનાઓને લઈને સમગ્ર ભારત દેશમાં ચારે કોરથી ધિક્કારની લાગણીઓ વરસી રહી છે ત્યારે આ ઘટનાને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવા આવ્યું હતું. તે સંદર્ભે ફતેપુરા તાલુકા આદિવાસી સમાજ દ્વારા પણ બંધનું એલાન સફળ બનાવવા માટે સહકાર માંગ્યો હતો. આ બંધના એલાનને ચારે બાજુથી સમર્થન મળ્યું હતું. લોકોએ સ્વેચ્છાએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને આદિવાસીઓ સાથે કદમથી કદમ મિલાવીને આ સમર્થનને સફળ બનાવ્યું હતું.
ફતેપુરા નગર તેમજ સુખસર, આફવા, બલૈયા જેવા ગામોમાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને આ બંધને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા.