મણીપુરમાંથી વાયરલ થયેલો વીડિયોમાં આદિવાસી સમુદાયની બે મહિલાઓને નીવસ્ત્ર કરીને ફેરવી સાથે નરાધમોએ મહિલાઓ સાથે દુષ્કર્મ આચરીને દેશને બતાવ્યું કે આપણા દેશમાં કાયદો અને વ્યવસ્થા જેવું કઈં જ નથી. આ બનાવના પગલે સમગ્ર દેશમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે નરાધમો ના કૃત્ય ના વિરોધમાં તેમજ મધ્ય પ્રદેશમાં લઘુશંકાના વિરોધમાં આદિવાસી પરિવાર દ્વારા આવેદનો સહિતના કાર્યક્રમ કરવામાં આવેલ.
મણિપુરમાં થઈ રહેલી જાતિય હિંસાઓ રોકવા આદિવાસી મહિલાઓ પર થઈ રહેલા જાતીય દુષ્કર્મો રોકવા મધ્ય પ્રદેશમાં આદિવાસી પર થયેલા શરમજનક બનાવો ગુજરાતમાં જાતિય ભેદભાવ થઈ રહ્યો હોવાના વિરોધમાં આદિવાસી સમાજે શનિવારના રોજ “જય જોહાર, જય આદિવાસી” ના નારા સાથે સંજેલી બંધનું એલાન આપતી એક પત્રિકાનું વિતરણ કર્યું હતું. જેના સમર્થનમાં સંજેલી, માંડલી, નેનકી, વાંસીયા, સરોરી, ગરાડિયા ગામે રવિવારના રોજ વેપાર ધંધો બંધ કરી મણીપુરની ઘટનાનો સખ્ત વિરોધ વ્યક્ત કર્યો હતો તેમજ આવા નરાધમો સામે કડકમાં કડક સજા કરવામાં આવે તેમજ ગુનેગારોને છાવરતા તમામ પોલીસ કર્મીઓને પણ સજા કરવાની માંગ કરવામાં આવી હતી સંજેલી નગરમાં દરેક સમાજના લોકો એ પોતાના ધંધા રોજગાર બઁધ રાખી સજ્જડ બંધ પાળ્યું હતું.
મણીપુરની ઘટનાના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા અપાયેલ બંધના સંદર્ભમાં સંજેલી નગરે સજ્જડ બંધ પાળ્યો
RELATED ARTICLES