KEYURKUMAR PARMAR –– DAHOD.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ નગરનાં રલિયતી રોડ પર આવેલ વ્રજધામ સોસાયટી રોડ, ઓશો ટાવર પાછળ કે જ્યાં નગરપાલિકાના પ્રમુખ પણ રહે છે. જેઓ આ જ રસ્તા પર અવર જવર કરે છે ત્યાં વરસાદની મોસમમાં વરસાદી પાણી રોડ ઉપર બહાર ભરાય છે જે પાણી ભૂગર્ભ ગટર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છતાં તેમાં જતું નથી અને રોડ ઉપર તળાવની માફક રહેલ છે જેના કારણે મચ્છર જેવા ઉપદ્રવી જીવજંતુ ઉભરાય છે અને લોકોના સ્વાસ્થય જોખમાય છે જેના નિકાલ કરવા માટે ત્યાંના રહીશો દ્વારા તા.૧૫/૦૭/૨૦૨૩ ના રોજ લેખિત રજૂઆત કરવામાં આવતા નગર પાલિકાનું JCB તા. ૧૩/૦૭/૨૦૨૩ ના રોજ આવેલ અને રોડ ઉપર ભરાયેલ પાણીનો નિકાલ કરવાની બદલે નગર પાલિકા દ્વારા બનાવાયેલ બમ્પ (સ્પીડ બ્રેકર) ને તોડીને જતા રહેલ અને રોડ ઉપર વરસાદી પાણી જે ભરાય છે તેનો નિકાલ કરવામાં આવેલ નથી.
વધુમાં આ જાહેર રસ્તા ઉપર ટ્રાફિક ખૂબ જ રહે છે અને ટુ-વ્હીલર ગાડીઓ પણ ખૂબ જ સ્પીડમાં જાય છે જેના કારણે અગાઉ બે ત્રણ વાર અકસ્માતની ઘટના ઘટેલ છે, પરંતુ જાનહાની થતા રહી ગયેલ છે. જેની રજૂઆત નગરપાલિકાને કરતા બે બમ્પ (સ્પીડ બ્રેકર) નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ જે બમ્પ તા.૧૩/૦૭/૨૦૨૩ ના રોજ નગર પાલિકાના JCB દ્વારા તોડી પાડવામાં આવેલ છે. જે તદ્દન ખોટું છે. સદર સોસાયટીમાં નાના નાના ભૂલકાઓની અવરજવર સતત રહે છે બંપના કારણે અકસ્માત થવાનો ભય ખૂબ જ ઓછો રહે છે જેથી તાત્કાલિક બે બમ્પ ( સ્પીડ બ્રેકર ) નગર પાલિકા દ્વારા ફરીથી બનાવવામાં આવે અને રોડ ઉપર જે પાણી ભરાય છે તે ભૂગર્ભ ગટરમાં જાય તે માટે યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી સોસાયટીના તમામ સભ્યોની રજૂઆત છે. અને તેઓ દ્વારા જણાવવામાં આવેલ છે કે જો આપના દ્વારા તોડેલ બમ્પ વહેલામાં વહેલી તકે નહીં બનાવવામાં આવે અને ભવિષ્યમાં અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગર પાલિકાના સભ્યોની રહેશે. તેવું દાહોદ નગરનાં ચીફ ઓફિસરના વ્રજધામના રહીશો દ્વારા જણાવવામાં આવેલ છે.