Saturday, November 2, 2024
Google search engine
HomeDahod - દાહોદ૯મી ઓગસ્ટ - વિશ્વ આદિવાસી દિનની દાહોદમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

૯મી ઓગસ્ટ – વિશ્વ આદિવાસી દિનની દાહોદમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજે તા.૦૯/૦૮/૨૦૨૩ ને બુધવારના રોજ “વિશ્વ આદિવાસી દિન” ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઇ ખાબડ, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, DDO ઉત્સવ ગૌતમ, SDM એન.બી. રાજપુત, મામલતદાર મનોજ મિશ્રા તેમજ નગરના અને જિલ્લાના તમામ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

કલ્યાણકારી યોજનાના અસરકારક અમલીકરણથી વનવાસીઓના ઘરે છવાયો ઉજ્જવળ ભવિષ્ય

આપણે સૌ જાણીએ છીએ કે ૯ મી ઑગષ્ટના આ દિવસને “આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ” તરીકે આખું વિશ્વ ઉજવણી કરી રહ્યું છે. આ દિનની ઉજવણી વિશ્વભરમાં વસવાટ કરતાં મૂળ નિવાસી સમુદાયને એટલે કે આદિવાસી સમાજને હક્ક, અધિકારો મળે અને તેઓ અન્ય સમાજની હરોળમાં આવી શકે એ હેતુથી UNO ની સામાન્ય સભાએ આ દિવસની ઉજવણી કરવાનું ઠરાવેલું છે.

સમગ્ર ભારત દેશમાં આદિવાસી સમાજની મુખ્ય જનસંખ્યા ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, છતીસગઢ, ઝારખંડ વગેરે પૂર્વાત્તરના રાજયોમાં જોવા મળે છે. ગુજરાત રાજયમાં આદિવાસી સમાજની જનસંખ્યાની વાત કરીએ તો અંબાજી થી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીમાં ૧૪ જિલ્લાઓ, ૫૩ જેટલા તાલુકાઓ, ૪ હજાર કરતાં વધારે ગામડાઓ, અને ૯૦ લાખ જેટલો આદિવાસી સમાજ ગુજરાતમાં વસવાટ કરે છે.

ભારતના બંધારણની કલમ ૩૪૨ હેઠળ અનુસૂચિત જનજાતિ તરીકે જાહેર થયેલી આ પ્રજા અતિ દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરે છે. ભારતની ૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે ૧ અબજ ૨૧ કરોડની વસ્તીમાં ૧૦,૪૫,૪૫,૧૧૭ એટલે કે કુલ વસ્તીના ૧૪.૭૫ ટકા વસ્તી અનુસુચિત જનજાતિની છે, આદિવાસી સમાજની વસ્તી ઉમરગામથી લઇ અંબાજી સુધીની પૂર્વ પટ્ટીમાં વસવાટ કરે છે. દાહોદ જિલ્લાની જ વાત કરીને તો અહીં ૭૪ ટકા જેટલી વસ્તી આદિવાસી છે.

આ પ્રસંગે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ એ પહેલા તો વિશ્વ આદિવાસી દિવસની બધાને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતના આપણા લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતમાં આદિવાસીઓને જે લાભ મળવા જોઈએ તે તમામ લાભ મળી રહ્યા છે પછી એ શિક્ષણ હોય, કે આરોગ્ય હોય કે કન્યાઓ માટેની યોજનાઓ હોય . અને આપડા વડા પ્રધાન નરે્દ્ર મોદી એ તો દેશના ઇતિહાસમાં પહેલી વાર આદિવાસી મહિલા દ્રૌપદી મુરમુ ને રાષ્ટ્રપતિ બનાવી આદિવાસી સમાજ અને દેશ નું ગૌરવ વધાર્યું છે અને દેશના વડાપ્રધાન આદિવાસીઓની સતત ચિંતા કરતા રહ્યા છે અને કઈ યોજનાઓ થકી તેમને લાભ મળે તે ચિંતન કરી તરત અમલમાં મૂકી અને તેને ધરાતલ ઉપર ઉતરી છે પછી એ ખેડૂત ના ખાતામાં સીધા રૂપિયા આપવાની કિસાન સમ્માન નિધિ યોજના હોય કે આયુષ્માન કાર્ડ હોય કે મફત અનાજ વિતરણ હોય તેઓ દિવસો દીકરો દીકરી ભાણી ને ડોકટર બને, એન્જિનિયર બને પાઇલોટ બને તેવી સાત આશા રાખી વિકાસની ગાથાને આગળ વધારી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments