Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદરોજગાર કચેરી દાહોદ દ્વારા સંરક્ષણ ભરતી પુર્વેની ૩૦ દિવસની ફ્રી નિવાસી તાલીમ...

રોજગાર કચેરી દાહોદ દ્વારા સંરક્ષણ ભરતી પુર્વેની ૩૦ દિવસની ફ્રી નિવાસી તાલીમ વર્ગનો પ્રથમ બેચનો પુર્ણાહુતી કાર્યક્રમ યોજાયો

દાહોદ જીલ્લા રોજગાર કચેરી દ્વારા વર્ષ ૨૦૨૩-૨૦૨૪ મા ઉમેદવારોને સંરક્ષણ ક્ષેત્રે આર્મી, નેવી, એરફોર્સ (અગ્નીવીર) અને પેરામીલીટરી ફોર્સ, પોલીસ વગેરેમા કારકિર્દી બનાવવા માંગતા ૬૦ ફીઝકલ ફીટ ઉમેદવારોને ભરતી પુર્વેની ૩૦ દિવસના બે નિવાસી તાલીમ વર્ગ દાહોદ ખાતે યોજવાનુ આયોજન છે. જેમા દાહોદ જીલ્લાના ૩૦ ઉમેદવારોને તા ૧૫.૭.૨૦૨૩ થી ૩૦ દિવસમા પ્રથમ બેચ શરુ કરવામા આવી હતી. જેમા કુલ ૨૪૦ કલાકની તાલીમ આપવામા આવેલ છે. જેમા તાલીમાર્થીને દૈનિક ૮ કલાકની તાલીમ આપવામા આવેલ, જેમા એકસ સર્વીસમેન દ્વારા ૨ કલાકની શારીરીક તાલીમ અને છ કલાક લેખીત પરીક્ષાની તાલીમ આપવામા આવે છે, તાલીમાર્થીને રહેવાની, જમવાની ફ્રી વ્યવસ્થા કરવામા આવેલ છે. ૮૦% હાજરી ધરાવતા તાલીમાર્થીને દેનિક ૧૦૦/- રુપીયા સ્ટાઈપન્ડ ચુકવવામા આવેલ.

આજના નિવાસી તાલીમના પુર્ણાહુતી કાર્યક્રમમા જીલ્લા રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ દ્વારા સફળ તાલીમ પુર્ણ કરેલ તાલીમાર્થીને પ્રમાણપત્રો અને સાહીત્ય વિતરણ કરવામા આવ્યુ તેમજ તાલીમ દરમિયાન હિંમતનગરની અગ્નીવીર ભરતીમા પાસ થયેલ ૪ તાલીમાર્થીનુ સન્માન કરવામા આવ્યુ.

વધુમા બીજા નિવાસી તાલીમ વર્ગમા ૩૦ નવા તાલીમાર્થીઓને ફ્રી તાલીમમા જોડાવા રોજગાર કચેરી, દાહોદનો સંપર્ક કરવા તેમજ વધુ ઉમેદવારો લાભ લે તે માટે તાલીમનો પ્રચાર -પ્રસાર કરવા દરેકને જણાવવામા આવ્યુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments