દાહોદ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “મેરી મિટ્ટી મેરા દેશ અને હર ઘર તિરંગા” ના નારા સાથે દાહોદના ફ્રીલેન્ડગંજ વિસ્તારના સાત રસ્તા પર આવેલ આર્ય સંસ્કૃતિ કલા મંડલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ NewsTok24, સિંધુ ઉદય ન્યૂઝ, વંદે માતરમ ન્યૂઝ, ન્યૂઝ 24 ના સૌજન્ય થકી કરવામાં આવ્યો હતો. જેમાં માજી સૈનિક સંગઠન દ્વારા તેમજ પત્રકાર મિત્રો દ્વારા તથા શહેરીજનો અને સન્માનિત કરી મેરી મિટ્ટી મેરા દેશ તથા હર ઘર તિરંગા ને સાર્થક કરવાનું કાર્ય કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બાળકોને તિરંગા આપી પોતાના ઘરે 15મી ઓગસ્ટના દિવસે તિરંગો ફરકાવવાનું કહેવામાં આવ્યું હતું તથા ભારત દેશની માટીને આપણે સૌએ સન્માન કરવું જોઈએ તે અંતર્ગત માટીને હાથમાં લઇ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અને દાહોદ પત્રકાર મિત્રો દ્વારા 75 વૃક્ષરોપણ કરવામાં આવ્યું હતું અને માટીને વૃક્ષ રોપણમાં પધરાવવામાં આવી હતી. જેથી કરીને પર્યાવરણમાં ઓક્સિજનની માત્રા વધે અને પ્રદુષણ ઘટાડવામાં મદદરૂપ થાય તે આશયથી દરેક નાગરિકે એક વૃક્ષ રોપી તેનું જતન કરે તેવી અભ્યર્થના સેવી હતી.
આ કાર્યક્રમમાં દાહોદ શહેરના દાહોદ શહેર પત્રકાર, માજી સૈનિકો તથા દાહોદ તાલુકા BJP ઉપપ્રમુખ નીલકંઠ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા તથા ડોક્ટર તિવારી ઉપસ્થિત રહ્યા હતા.