Thursday, January 2, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ નગર પાલિકા દ્વારા 75 માં "આઝાદીના અમૃત મહોત્સવ" અંતર્ગત "મારી માટી,...

દાહોદ નગર પાલિકા દ્વારા 75 માં “આઝાદીના અમૃત મહોત્સવ” અંતર્ગત “મારી માટી, મારો દેશ” નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા APMC માર્કેટ થી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

75 માં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે “મારી માટી, મારો દેશ” નો કાર્યક્રમ દાહોદ નગર પાલિકા દ્વારા દોલતગંજ કન્યા શાળા, દાહોદ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના સંકલ્પને સાકાર કરવા દરેક જિલ્લા તથા તાલુકા લેવલે પોતાના ગામ ની માટી ને હાથ માં લઇ પ્રતિજ્ઞા લઇ તથા શહીદો ની શાહદતને યાદ કરીને તેમના સ્મરણાર્થે માટી ને નમન. વીરોને વંદન આ સૂત્ર સાર્થક કરવા માટે દરેક તાલુકાની માટીને એક કુંભમાં ભરી દિલ્લી ખાતે મોકલવામાં આવશે અને એ માટી દ્વારા એક ઉપવન બનાવી તેમાં વૃક્ષો વાવી એ માટી નો ઉપયોગ કરવામાં આવશે દાહોદ નગરપાલિકા દ્વારા પણ આઝાદીના 75 માં વર્ષે 75 વૃક્ષ વાવવાનો સંકલ્પ કરી દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગર પાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ તથા કાઉન્સિલરો દ્વારા વૃક્ષ રોપણ કરી તેનો સિંચન કરી વૃક્ષનું જતન કરવાની નેમ હાથ ધરી છે. ત્યારબાદ શહીદોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપે તેના પ્રતિક રૂપ શીલા આનાવર્ણ કરી એક તિરંગા યાત્રા દોલતગંજ કન્યા શાળાથી નીકળી ફાયર સ્ટેશન, વિશ્રામ ગૃહ, સિધ્ધરાજ જયસિંહ તળાવ ખાતે તેનું સમાધાન કરવામાં આવ્યું હતું. સિધ્ધરાજ જયસિંહ તળાવ ખાતે ભારત માતાનું પ્રતિક એવા રાષ્ટ્રિય તિરંગા ઝંડા ને સ્વીચ દબાવી લહેરાવવામાં આવ્યો હતો

આ કાર્યક્રમમાં દાહોદ તાલુકા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, ઉપપ્રમુખ અબ્દુલ નગરપાલિકાના કાઉન્સિલરો, પક્ષ કાર્યકર્તાઓ તથા દોલતગંજ કન્યાશાળાની વિદ્યાર્થીનીઓ, શિક્ષકો તથા એમ. એન્ડ પી.  હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા

ત્યારબાદ 75 માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ની આગેવાનીમાં APMC માર્કેટ ખાતેથી એક ભવ્ય બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ બાઈક રેલીના અંદર 350 થી પણ વધુ બાઇકો તિરંગા ધ્વજ સાથે શહેરના રાજમાર્ગો પર ફરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments