ફતેપુરા તાલુકાના વાંગડ ગામે ચાલતા ગેરકાયદેસર જુગારધામ પર રેડ કરી પૈસા પાના વડે જુગાર રમતા છ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી રોકડ રૂપિયા તેમજ વાહનો અને મોબાઈલ સહિત રૂ ૨૬,૧૧,૮૬૦ નો મુદ્દામાલ કબજે કરી જેલના હવાલે કર્યા છે.
ફતેપુરા પોલીસ સ્ટેશનના PSI જી.કે. ભરવાડ તથા સર્વિલન્સ સ્કોરના માણસો ઓપી બીટના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાદમી મળેલી કે વાંગડ ગામે જીગ્નેશભાઈ હરીશભાઈ પારગીના પોતાના કબજાના રહેણાંક મકાનમાં બહારગામ થી માણસો બોલાવીને પોતાના આર્થિક લાભ માટે પૈસા અને ગંજીપા વડે હાર જીતનો જુગાર રમાડવાની બાતમીની માહિતી મળતા વાંગડ ગામે રેડ કરી જુગાર રમતા છ ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રોકડ રૂપિયા ૫૧,૩૬૦/- તથા મોબાઈલ નંગ ત્રણ ની કિંમત ૧૦,૫૦૦/- તથા ચાર ગાડીઓ જેની કુલ કિંમત રૂપિયા ૨૫,૫૦,૦૦૦/- મળી કુલ મુદ્દા માલ રુ. ૨૬,૧૧,૮૬૦/- સાથે પકડી જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે.