Friday, November 1, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ શ્રી કમલમ ખાતે દાહોદ જિલ્લા ભાજપ દ્વારા મતદાન ચેતના અભિયાન અંતર્ગત...

દાહોદ શ્રી કમલમ ખાતે દાહોદ જિલ્લા ભાજપ દ્વારા મતદાન ચેતના અભિયાન અંતર્ગત એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું

પત્રકાર પરિષદનું સંબોધન કરતા જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયારએ જણાવ્યું હતું કે“મતદાનની તાકાત લોકતંત્રમાં સૌથી મોટી તાકાત છે. મતદાન લાખો લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારં સૌથી પ્રભાવી સાધન છે”એવું આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે આ અભિયાનની વાત કરીએ તો ચુંટણી પંચ દ્વારા જારી કરાયેલ હાલની મતદાતા યાદીની ચકાસણી માટે ભાજપ મતદાતા ચેતના અભીયાન શરૂ કરવામાં આવ્યું છે, આ એક રાષ્ટ્રવયાપી અભિયાન છે, આ અભિયાનનો મુખ્ય હેતુ મતદાતા યાદીની ચકાસણી માટે કાર્યકર્તાઓને સક્રિય કરવા અને નવા મતદારોનો ઉમેરો કરવો અનધિકૃત અને મતૃ મતદારોને કાઢી નાખવાના તથા આ માધ્યમ દ્વારા મતદાર યાદીમાં સુધારો કરવો, મતદાર જનસંપર્ક અને જનજાતિ સહાય, વહીવટી અધીકારીઓ સાથે સંકલન કરી અને વહીવટી અધીકારીઓના કાર્યમાં પારદર્શીતા લાવવી અભિયાનમાં સામેલ જરૂરી ભાગીદાર સંસ્થાઓ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ – એસ.ડી.એમ (SDM) મતદાર યાદીમાં લાયક મતદારોના નામ ઉમેરવા પર દેખરેખ રાખે છે, તેમના સબંધિત પેટા વિભાગોમાં ન્યાયી પ્રતિનિધિત્વ અને લોકશાહી ભાગીદારી માટે અપડેટેડ અને યોગ્ય યાદી જાળવી રાખે છે તેનું ધ્યાન રાખવું ચૂંટણી નોંધણી અધીકારી (E.R.O.) ક્ષેત્ર ચકાસણી કરે છે, અરજદારોના ઘરે જઈને તેમની જાણકારીની પુષ્ટિ કરે છે અને મતદાર યાદીમાં તેમના સાચા સમાવેશની ખાતરી કરે છે જેથી અનઅધીકૃત એન્ટ્રીઓ ઘટાડી શકાય.

બુથ સ્તર અધીકારી B.L.O. તેમના બુથની મતદાર યાદી તૈયાર કરવા અને તેની સુધારણા માટે જવાબદાર હોય છે. તેઓ સરકારના સેવારત અધીકારી હોય છે. તેઓ પક્ષના બુથ સ્તરના એજન્ટો સાથે સંકલન કરે છે અને મતદાર યાદીઓના અપડેટ માટે ઘરે-ઘરે સંપર્ક કરે છે. આ તમામ કામગીરી ઉપરાંત ફોર્મ 6, 7, 8 ભરાવી મતદાતાની જરૂરિયાત મુજબ સહાય કરવી અને ફોર્મ નિશુલ્ક ભરાવી તેમની કામગીરીમાં મદદ કરવી અને 25, 26 ઓગષ્ટ વિશેષ સંપર્ક અભિયાન અંતર્ગત મત વધારવા માટે પદાધિકારીઓ અને જનપ્રતિનિધિ મળી જનસંપર્ક કરવો.

આ પ્રસંગે દાહોદ જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર, પ્રદેશ મીડિયા સેલ પ્રભારી હિરેન કોટક, દાહોદ જિલ્લા ભાજપ મીડિયા સેલના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ તેમજ મોટી સંખ્યામાં પત્રકાર ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments