દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 1 કેસ મળતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે પરંત્તુ એક્પરીવારના સભ્યએ જણાવ્યું હતું કે અમને વધુ સારી સારવાર આપવા માટે કોઈ સગવડ નથી તેવું જણાવી એક ડોકટરે દાહોદ ઝાયડ્સમાં જવાની સલાહ આપી હતી શુક્રવારના રોજ સંજેલી તાલુકા અર્બન વિસ્તારમાં એન્ટીલારવલ કામગીરી કરવામાં આવી જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉંદય તિલાવટ તેમજ જિલ્લા મલેરીયા અધિકારી અતીત ડામોર તથા ડી.એસ.આઇ આમલીયારના ની સૂચના મુજબ સંજેલી શહેર ખાતે પખવાડિક મલેરીયા ડેન્ગ્યુ એન્ટીલારવલ સર્વેલાન્સ કામગીરી કરવામાં આવી જેનું સઘન સુપરવિઝન તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર બી.કે સિગ ની રાહબરી તેમજ મેડિકલ ઓફિસર સરોરી તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર રાજુભાઇ ડામોર PHC સરોરી વાસીયાના સુપરવાઈઝર દ્વારા તમામ ટીમોના સંચાલન કરવામાં આવ્યું. જેમાં જેમાં કુલ 27 ટિમ બનાવી ડોર ટૂ ડોર સર્વે કરી આજ રોજ કુલ ઘર 889 વસ્તી 4289 જેમાં કુલ પાત્રો 2529 તપાસવામાં આવેલ જેમાં પોઝિટિવ પાત્રો 103 મળી આવેલ જેમા નાશ કરેલ પાત્ર 537 તથા સર્વલન્સ દરમિયાન તાવના કેસો 09 મળી આવેલ જેની સ્થળ ઉપર જ પ્રાથમિક સારવાર આપવામાં આવેલ તેમજ ટી.બી.પી.એમ.જે.વાય આભા આઇ.ડી. વગેરે આરોગ્ય લક્ષી આઇસી બાબતે જનજાગૃતિ પણ કરવામાં આવી તાલુકા હેલ્થ ઓફિસ સંજેલી
આરોગ્ય વિભાગ સર્તક બન્યું છે.
27 ટિમો બનાવી એન્ટિલારવલની કરી કામગીરી શરૂ કરી છે. સંજેલી ચાળી ફળિયામાં ફોંગીગ કરવામાં આવ્યું હતું.