આજે તારીખ ૨૯/૦૮/૨૦૨૩ ને મંગળવારના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા ગુજરાત ભાજપાના પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા કરાઇ ઓબીસીને
27 % અનામતની જાહેરાત કરતા રાજ્યમાં ખુશીનો માહોલ.
ગુજરાતના મુખ્ય મંત્રી દ્વારા આજે OBC ને 27% અનામત ની જાહેરાત તેમજ 400 રૂપિયા ગેસ બોટલમાં ઘટાડવાની પણ જાહેરાત કરતા તેની ઉજવણીના ભાગ રૂપે સાંજના ૦૫:૩૦ કલાકે નગરપાલિકા ચોક ખાતે દાહોદ નગરમાં રહેતા ભાજપાના રાષ્ટ્રીય, પ્રદેશ, જિલ્લા તથા નગરના તમામ કાર્યકર્તાઓ તથા નગરપાલિકા કાઉન્સિલર તથા તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ઢોલ વગાડી, આતિશબાજી કરી અને ફટાકડા ફોડી નગર પાલિકા ચોકમાં ધામધૂમ થી ઉજવણી કરી હતી