Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદશું "વન નેશન વન ઇલેક્શન" ની તૈયારી થઈ ગઈ ? એટલે સપ્ટેમ્બરમાં...

શું “વન નેશન વન ઇલેક્શન” ની તૈયારી થઈ ગઈ ? એટલે સપ્ટેમ્બરમાં મોદી સરકાર એ બોલાવ્યું છે સ્પેશિયલ સત્ર : વિશેષ અહેવાલ

NEHAAL SHAHEDITIOR IN CHIEF

SPECIAL REPORT : ભારતમાં આઝાદી પછી 1967 સુધી એક ચૂંટણી થઈ હતી અને પછી અચાનક ચૂંટણીઓ અલગ અલગ થવા લાગી. અને તેનાથી સરકારી તિજોરીઓ ઉપર ભારી ભરખમ બોજ પાડવા લાગ્યો હતો અને પાર્ટીઓ દ્વારા પણ જે ખર્ચ થતો હતો તે પણ હજારો કરોડોમાં થતો રહ્યો છે જેના આપડે આંકડા જોઈ એ તો આ પ્રમાણે છે

1952 – 10.52 કરોડ પહેલી ચૂંટણી
1957 – 5.90 કરોડ
2004 – 1016 કરોડ
2009 – 1114 કરોડ
2014 – 3870 કરોડ
2019 – 6500 કરોડ
પાર્ટીઓનો 2014 30 હજાર કરોડ
2019 60હજાર કરોડ
2017 ઉત્તર પ્રદેશ 10હજાર કરોડ
2018 કર્ણાટક 10 હજાર કરોડનો ચૂંટણી આયોગ નો ખર્ચ થયો છે અને હાલની વાત કરીએ તો હમણાં લોકસભા વિધાનસભા માં અંદાજે 1 લાખ 40 હજાર કરોડનો ખર્ચ થાય છે. અને જો આખા દેશમાં એક સાથે દેશમાં ચૂંટણી થાય તો આ ખર્ચો 1 લાખ 40 હજાર કરોડ ની જગ્યાએ માત્ર અડધો એટલે 70 હજાર કરોડ થઈ જાય તો દેશ ને જો આટલો મોટો ફાયદો થાય તેમાં વિરોધ પક્ષને વાંધો કેમ છે, જ્યારે જ્યારે નરેન્દ્ર મોદી દેશ હિત માટે કામ કોઈ નિર્ણય કરે છે તેનો આ બધા વિરોધ કેમ કરે છે ? કેમકે તેમને દેશની નહિ પાર્ટીના પોલિટિકસ્ ની ફિકર છે અગાઉ ભૂતકાળમાં 1952, 1957, 1962, 1967 માં દેશમાં ચૂંટણી એક સાથે થતી હતી. અને ત્યાર બાદ અમુક કારણોસર ચૂંટણી અલગ અલગ થવા લાગી. પણ હવે પછી સમય આવી ગયો છે જ્યારે દેશ ઉપરથી કરોડો રૂપિયાનો બોજો ઓછો કરવો જોઈએ અને દર છ – આઠ મહિનામાં કોઈ ને કોઈ મોટી ચૂંટણી થાય છે જેનાથી દેશના વિકાસ અને અર્થ તંત્ર ઉપર ખૂબ માઠી અસર પડે છે અને કરોડો લોકોનો નો કિંમતી સમય વેડફાય છે અને ધંધા રોજગાર બગડે છે. બીજી બાજુ વિધિ આયોગે પણ લોકના અભિપ્રાય જાણ્યા છે અને મોટા ભાગે લોકોનું માનવું છે કે આ બિલ પાસ થાય તો દેશ હિતમાં મોટું કાર્ય હશે. અને કઈ ભારત પેહલા દેશ નથી જ્યા ચૂંટણી એક સાથે થશે આફ્રિકા , સ્વીડન અને બીજા ઘણા દેશો છે જેમાં આ રીતે ચૂંટણી થાય છે તો ખરેખર જો આ સપ્ટેમ્બર મહિનામાં 18 થી 22 તારીખ દરમ્યાન મોદી સરકાર દ્વારા સ્પેશિયલ સત્ર બોલાવામાં આવ્યું છે અને તેમાં આ બિલ લાવે અને આ નિર્ણય થાય તો દેશહિત માટે આ બિલ એક નવું બેન્ચ માર્ક સાબિત થશે. વિરોધીઓ ખાસ તો એટલે ગભરાય છે કારણ કે હાલમાંજ અમેરિકાની ” પિયુ રિસર્ચ સેન્ટર ” એજેંસી એ જણાવ્યું હતું કે 70 ટકા લોકોદેશમાં એવું માને છે કે દુનિયામાં ભારત ની સાખ નરેન્દ્ર મોદીના લીધે વધી છે . અને આ એજન્સીના રિસર્ચ પ્રમાણે મોદીની 2024માં 80 ટકા જીત પાક્કી છે કારણ કે દેશમાં દર 10 માથી 8 લોકો કહે છે લોકસભા તો મોદીજ જીતશે એટલે વિરોધીઓના ફ્યુસ ઉડી ગયા છે અને એટલે તે બેઠકો ઉપર બેઠકો કરી રહ્યા છે. અને જો આ “વન નેશન વન ઇલેક્શન” નું બિલ પાસ થાય તો દેશ માટે ખૂબ લાભની વાત હશે કારણકે આર્થિક , સામાજિક અને ધંધાકીય બધા ફાયદાની સાથે મોટી બચત સમય ની થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments