Thursday, October 31, 2024
Google search engine
HomeDahod - દાહોદફતેપુરાની વલુંડી પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

ફતેપુરાની વલુંડી પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

૫ મી સપ્ટેમ્બર ના રોજ રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે ફતેપુરા તાલુકાની વલુંડી પ્રાથમિક શાળામાં સ્વ-શાસન દિનની ઉજવણી કરવામાં આવી.

5 સપ્ટેમ્બરના રોજ વલુંડી પ્રાઇમરી સ્કૂલ ખાતે શિક્ષકોએ બાળકો દ્વારા શાળાનું સંચાલન કરાવી શિક્ષક દિવસ ઉજવ્યો હતો. બાળકોને શિક્ષણ કાર્ય માટે શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. 54 વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની કામગીરી કરી હતી

ધોરણ ૮ માં અભ્યાસ કરતી રેણુકાબેન હઠીલાએ આચાર્ય તરીકેની જવાબદારી નિભાવી હતી. દિવસના અંતે શાળામાં વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેના પોતાના અનુભવો સૌની સમક્ષ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓમાં શિક્ષક બનવાની ખુશીમાં મહાનતાનો અહેસાસ જણાયો હતો. શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવતા બાળકોમાં અનેરો ઉત્સાહ અને પોતાની જવાબદારી સાથે આનંદિત જોવા મળ્યા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments