દાહોદ જિલ્લાના સંજેલી થી ફતેપુરા જતા હ્યુન્ડાઈ ગાડીમાં બેઠેલા પરિવાનો અણીકા ગામે ગાડીમાં શોર્ટસર્કિટથી આગ લાગી જતા આબાદ બચાવ થયો હતો
પ્રાપ્ત માહિતી મુજબ ફતેપુરા ગામના યાસીનભાઈ ઈબ્રાહીમભાઈ ધડા પોતાનાં પરિવાર સાથે ગઈ કાલે શુક્રવારના રોજ હ્યુન્ડાઈ ગાડી લઈને સંજેલી પોતાના સગા સંબંધીને ત્યાં આવ્યાં હતાં સાંજે પોતાનું કામકાજ પતાવીને ઘરે પરત થતા યાસીનભાઈ તેમજ તેમના પત્ની અને બે નાના બાળકો સાથે સંજેલી થી સાંજે 7 વાગ્યાના સમયે ફતેપુરા જઈ રહ્યા હતા. ત્યારે સંજેલી થી 5 કિમિ દૂર આવેલા અણીકા સુધી જ પહોંચતા તેમની ફોરવહીલ ગાડીમાં અચાનક શોર્ટસર્કિટથી આગ લાગી જતા પરિવારના સભ્યો બચવા મટે ગાડીમાંથી ફટાફટ નીચે ઉતરીને આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આગ કાબુમાં ના આવતાં લોકોને મદદ કરવા માટે બૂમો પાડતાં
આજુબાજુના લોકો પણ બનાવના સ્થળે દોડી આવ્યાં હતાં અને શોર્ટસર્કિટથી ગાડીમાં લાગેલી આગને ઓલવવાની ખુબ જ મહેનત કરી હતી પરંતુ આ Hyundai ગાડીમાં આગ બેકાબુ બની જતા આખી ગાડી સળગી ગઇ હતી.
બનાવની જાણ સંજેલી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા સંજેલી PSI તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને શોર્ટસર્કિટથી Hyundai ગાડીમાં આગ લાગ્યાની માહિતી મેળવી હતી.