દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી વાળી તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી ઝાલોદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ભરતભાઈ મગનભાઇ પારગી તેમજ ઉપપ્રમુખ તરીકે જયાબેન મુકેશભાઈ પારગીની બિનહરીફ વરણી કરવામાં આવી. ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ની એક ટર્મ પૂરી થતા બીજા ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી.
વરણી થતા તાલુકા ભાજપ પ્રમુખ રામાભાઈ કોદરભાઈ પારગી તેમજ બાબુભાઈ આમલીયાર, જલ્પાબેન શંકરભાઈ આમલીયાર, નીલમબેન ડામોર, જીતુભાઈ ચૌહાણ તેમજ પાર્ટીના વિવિધ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વર્ણી કરવામાં આવી હતી, ત્યારે તેમના ટેકેદારો દ્વારા મોં મીઠું કરાવ્યું તથા ઢોલ નગારા તેમજ ડીજેના તાલ સાથે નગરમાં વિજય યાત્રા કાઢવામાં આવી હતી.