દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ગુરૂવારને નિજ શ્રવણ વદ અમાસ ના રોજ સંજેલીના યુવા ભાઈ બહેનો દ્વારા પવિત્ર અધિક માસ અને શ્રવણ માસની પુર્ણાહુતી
પ્રંસગે 121 કાવડ યાત્રાનું આયોજન કર્યું હતું. રણધીકપુર શ્રી ભમરેચી માતાના પાવન સાનિધ્ય પાસેથી પસાર થતી કબૂતરી નદીમાંથી પવિત્ર ગંગાજળ ભરીને યુવાન ભાઈ બહેનો તેમજ નાના બાળકોએ 15.કી મીની સફર કાપી પગપાળા કાવડયાત્રા સંજેલી આવી હતી. માંડલી રોડ પર આવેલ શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરે વિરામ કરી ડીજે ના તાલ સાથે આ કાવડ યાત્રા નગરમાં ફરીને પુષ્પ સાગર તળાવ પાસે આવેલ શ્રી ભીમનાથ મહાદેવ મંદિરે પહોંચી હતી. જ્યાં જળાભિષેક કરવામાં આવ્યો હતો નાના બાળકો, યુવાનો અને બહેનો મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા.
સંજેલી તાલુકામાં શિવભક્તો દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
RELATED ARTICLES