આજે તા.૧૫/૦૯/૨૦૨૩ ને શુક્રવારના રોજ રોજિંદા દિવસની જેમ દાહોદથી મુસાફરો ભરી 09350 નંબરની મેમુ ટ્રેન 11:38 કલ્લાકે ઉપડી આણંદ જઈ રહી હતી. તે દરમિયાન દાહોદથી 10 કી. મી દૂર જેકોટ રેલ્વે સ્ટેશન પર મુસાફરો ઉતારી ટ્રેન ઉપડી રહી હતી. તે દરમિયાન અચાનક જ મેમુ ટ્રેનના ઇન્જીનને અડીને આવેલ પાછળના ડબ્બામાં ધુમાડો નીકળતા નાસભાગના દ્રશ્ય સર્જાયા હતા. જોત જોતામાં ઇન્જીનને અડીને આવેલ ડબ્બામાં આગના ગોટેગોટા નીકળ્યા હતા. જેની જાણ રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓને તથા તેઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ને ઘટનાની જાણ દાહોદ ફાયર વિભાગને કરીને તેઓને બોલાવી ભારે જેહમત બાદ આગને કાબુ કરી હતી. ટ્રેનમાં આગ લાગવાની જાણ વાયુવેગે ફેલાતા દાહોદ ASP કે.સિદ્ધાર્થ પોલીસ કાફલાં સાથે જેકોટ ગામે પહોંચ્યાં હતા. મુસાફરો ભરેલી ટ્રેનંમાં આગ લાગતા કોઈ જાનહાનિ ના થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
દાહોદના જેકોટ રેલ્વે સ્ટેશન પર દાહોદ થી આણંદ જતી મેમુ 09350 ટ્રેનના એન્જિનની પાછળના ડબ્બામાં આગ લાગતા અફરા તફરીનો માહોલ
RELATED ARTICLES