દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે આજે નવ નિયુક્ત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દરારોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો.
જિલ્લા ભાજપ કાર્યાલય ઉપર આ કાર્યક્રમમાં પ્રથમ દાહોદ જિલ્લા પ્રભારી સતીશ પટેલનું સ્વાગત કરાયું પછી સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ઉર્ફે પર્વતભાઇ તથા તમામ જિલ્લા તાલુકા હોદ્દેદારોનું સ્વાગત જિલ્લા પ્રમુખ, પ્રભારી અને સાંસદ દ્વારા કરવામાં આવ્યું અને શુભેચ્છાઓ પાઠવી હતી અને ત્યારબાદ 17મી સપ્ટેમ્બર ના રોજ ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ હોઈ તેઓની જન કલ્યાણ યોજનાઓ અને ગરીબોનું કલ્યાણ એક સર્વોપરી છે ત્યારે એવા વ્યક્તિત્વનો જનમ દિવસ દાહોદ જિલ્લા ના તમામ કાર્યકર્તા, સમાજ અને પ્રજા મળી ઉજવશે.
આ માધ્યમ થકી વડાપ્રધાનને દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન ની શુભકામનાઓ વ્યક્ત કરી રહ્યા છે. અને 108 કુંડી યજ્ઞ જેમાં 324 જોડા 750 લોકો કરશે તેમજ ચિરંજીવી પૂજા , માર્કન્ડેય યજ્ઞ અને મહામૃત્યુંજય આહુતિની પૂજા વિધિનો કાર્યક્રમ નું આયોજન ભાજપ જિલ્લા પ્રમુખ શંકર આમલીયાર દ્વારા કરવામાં આવ્યું છે અને આવનાર બે મહિનામાં જે પ્રજા હિતના કર્યો અને કાર્યક્રમો ભાજપ દ્વારા 17 સપ્ટેમ્બર થી 2 ઓકટોબર નિમિત્તે સેવા પખવાડિયાના કાર્યક્રમો થવાના છે તે અંગે ની માહિતી જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની એ આપી હતી.