બે દિવસના ભારે અવિરત વરસાદના કારણે ત્રણ મુખ્ય રસ્તાઓ પર ઝાડ પડવાથી વાહનવ્યવહાર પર તેની અસર જોવા મળી.
ભાદરવાની શરૂઆત જ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં બે ત્રણ દિવસના ભારે વરસાદના કારણે મુખ્ય ત્રણ મુખ્ય રસ્તાઓ પર ઉપરા છાપરી નાના મોટા ઝાડ પડવાની ઘટના બનતી રહી છે.
સંજેલીના પોલીસ સ્ટેશનમાં આવેલ એક સ્ટાફ કંપાઉન્ડમાં કોઈ ગુનાના કામમાં ડિટેન કરેલા વહાનો એક સાઈડમાં મુકવામાં આવેલ છે, ત્યારે આજે સવારે એક ઝાડ આ ગાડી પર પડ્યું હતું. જોકે એકાંત જગ્યા ના કારણે કોઈ જાન હાની થઈ ન હતી. જયારે હાજર પોલીસ કર્મચારીઓએ આ ગાડી પર પડેલા ઝાડને દૂર કરવા માટે JCB ની મદદ લીધી હતી. શુક્રવારથી શરૂ થયેલ અવિરત વરસાદના કારણે સંજેલી થી રાખીયા નદી પાસે પીછોડા માંડલી રોડ પર બાવળના 3 જેટલા ઝાડ પડી જતા રણધીકપુર – માંડલી – ગોધરા – સુલીયાત તરફનો રસ્તો થોડા સમય માટે બઁધ રહ્યો હતો, જયારે સંજેલી થી પીછોડા પ્રતાપુરા રોડ પર જશવંતસિંહ રાઉલજીની વાડી પાસે એક બાવળનું ઝાડ તેમજ વીજપોલ પડી જતા રસ્તો બઁધ થઈ ગયો હતો.
વધુમાં કોટા – વાણીયાઘાંટી અને કડુચી ગામે સંજેલી થી સઁતરામપુર તરફના રસ્તા પર પણ 3 જેટલા ઝાડ પડી ગયા હતા. ગામડાઓમાં તોફાની ઠંડા પવન સાથે વરસાદ પડતા અનેક ખેતરોમાં મકાઈ અને ડાંગરના ઉભા પાકને ભારે નુકશાન થયું છે. સંજેલી માંડલી રોડ પર આવેલ મામલતદાર સ્ટાફ નિવાસ ભવન પાસેના રસ્તો વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી રસ્તો બેટમાં ફેરવાઈ ગયો હતો. સંજેલી – ઝાલોદ રોડ પર પેટ્રોલ પંમ્પ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે વારંવાર સર્જાતા વીજપોલ પરના ફોલ્ટ ને લઈને મધ્ય ગુજરાત વીજ કંપનીના સંજેલીનો સ્ટાફ છેલ્લા બે ત્રણ દિવશ થી ખડેપગે રહીને ભારે જહેમત ઊંઠાવી રહ્યા છે અને લોકોને વીજળી મળી રહે તેવી સુંદર કામગરીના દર્શન કરાવ્યા હતા.