દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતેની કેન્દ્રીય વિદ્યાલયમાં પરેલ બાજુ થી આવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ગત રોજ તા.૨૦/૦૯/૨૦૨૩ ને બુધવારના રોજ એક સારી બાબત બનવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્રીય વિદ્યાલય દાહોદમાં પરેલ વિસ્તાર માંથી આવતા બાળકોને શાળામાં આવવા પહેલા ગોધરા રોડ બાજુથી આવી હાઈવે ઉપર આવી શાળામાં આવવું પડતું હતું અને તેના લીધે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બહુ ભય અનુભવવો પડતો હતો અને તકલીફ પડતી હતી. તે બાબતને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલ્વે કારખાના મુખ્ય પ્રબંધક બિનય કુમાર દ્વારા તા.૨૦/૦૯/૨૦૨૩ ને બુધવારના રોજ પરેલ બાજુના નવા ગેટ તથા રસ્તાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. તેની જાણ ગત રોજ શાળા છૂટતા પહેલા વિદ્યાર્થીઓ અને તેમને લેવા માટે આવતા વાલીઓનો શાળાના આચાર્ય એનોષ સેમસનના માર્ગદર્શન હેઠળ શિક્ષકોએ રૂબરૂ સંપર્ક કરી તેમને પરેલ વિસ્તાર બાજુનો નવો ગેટ આવતી કાલ એટલે કે આજે તા.૨૧/૦૯/૨૦૨૩ ને ગુરુવારના રોજ થી શરૂ કરવાનું જણાવવામાં આવ્યું હતું. તે બાબતની જાણ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને થતા તેઓમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. અને પરેલ વિસ્તારના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ રેલ્વે કારખાના મુખ્ય પ્રબંધક બિનય કુમારનો આભાર માન્યો હતો.