દાહોદ શહેરને સ્માર્ટ સિટીમાં સમાવેશ કર્યા પછી દાહોદમાં વિકાસ કાર્યોના ભાગ રૂપે ઐતિહાસિક છાબ તળાવ કે જે ઉત્તર ગુજરાતના પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ દાહોદમાંથી પસાર થતાં પડાવ નાખેલ, ત્યારે આ તળાવ તેમના સૈનિકો દ્વારા એક એક છાબ માટી કાઢી ને આ તળાવ ખોદીને બનાવવામાં આવ્યું હતું.
આ ઐતિહાસિક ધરોહરને જાળવી, તેનું બ્યુટીફિકેશન કરી તેને તૈયાર કરવામાં આવ્યું છે. જેનું વર્ચ્યુઅલ લોકાર્પણ તા.૨૭/૦૯/૨૦૨૩ ને બુધવારના રોજ સવારના ૧૧:૩૦ કલાકે દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના વરદ્હસ્તે કરવામાં આવશે. અને તે સાથે સાથે વડાપ્રધાન અન્ય વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરશે. દાહોદના લોકો માટે આ ખૂબ ગૌરવ અને ખુશીની વાત છે.