Saturday, November 2, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરાના કામેશ્વર મહાદેવ મંદિર ખાતે ગણપતિ બાપ્પાને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો

ફતેપુરાના કામેશ્વર મહાદેવ મંદિર ખાતે ગણપતિ બાપ્પાને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં અલગ અલગ જગ્યાએ ગણપતિ બાપ્પાની પ્રતિમાની સ્થાપનાઓ કરવામાં આવી છે અને દશ  દિવસ સુધી ગણપતિ બાપ્પાની સેવા પૂજા અર્ચના અને આરતી કરવામાં આવશે.

ફતેપુરા નગરમાં કામેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ સાંઈ સરકાર ગ્રુપ દ્વારા ગણપતિ બાપ્પાને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. સાંઈ સરકાર ગ્રુપ દ્વારા ગણપતિ બાપ્પાને અલગ અલગ પ્રકારની છપ્પન વસ્તુઓ લાવીને ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ દરમિયાન પંડાલમાં ગણપતિદાદાની આરતી કરવામાં આવી હતી.

આરતી બાદ ગણપતિ બાપ્પાનો પ્રસાદ લેવા માટે મોટી સંખ્યામાં પધારેલા ભક્તોને છપ્પન ભોગના પ્રસાદનુ વિતરણ કરવામાં આવ્યું હતું અને દરેક ભક્તજનોએ છપ્પન ભોગ પ્રસાદનો લાહવો લીધો હતો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments