દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કદવાલ તેમજ સંજેલી તાલુકાના હિરોલા ગામની મહિલાઓને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જ્યંતી પ્રંસગે
કદવાલ ગ્રામપંચાયતમાં યોજાયેલા કાર્યક્રમ પ્રંસગે બેન્ક તેમજ બચત યોજની માહિતી આપવામાં આવી હતી. હીરોલા તેમજ કદવાલ ગામની મહિલાઓ માટે બચત મંડળની તાલીમ રાખવામાં આવી તેમજ ઉપરોક્ત દિનને યાદગાર સ્વરૂપે રાખવા માટે દરેક બહેનોને બચત માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. બેંકમાંથી લોન લેવી અને બેંકમાં બહેનો માટે ચાલતી તમામ સેવાઓનો લાભ કેવી રીતે લેવો તેની જાણકારી તાલીમ દ્વારા આપવામાં આવી હતી.
ઉપરોક્ત કાર્યક્રમમાં સંજેલી બીજેપી આદિજાતિ મોરચા પ્રમુખ તેમજ જળ સ્ત્રાવ વિકાસ કાર્યક્રમના વાઇસ ચેરમેન અલ્કેશભાઇ કટારાએ મહિલાઓને પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીના જીવની પ્રસ્તુત કરી હતી અને તેમના નામે ચાલતી વિવિધ સરકારી યોજનાઓની જાણકારી આપી હતી તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બહેનોને 33% અનામત ફાળવવામાં આવેલ છે તેની માહિતી આપવામાં આવી હતી, જેનાથી બહેનો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આ દિવસની દરેક મહિલાઓને ચોકલેટ આપી ઉજવણી કરી હતી.