દાહોદમાં ગણેશ ચતુર્થીએ દુંદાળા દેવની સ્થાપના બાદ આજે ધામધુમથી ચુસ્ત પોલીસ બંદોસ્ત વચ્ચે થયું શ્રીજી વિસર્જન જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલા અને નગરપાલિકા પ્રમુખ પડતા વરસાદમાં વિસર્જન સ્થળ ઉપર રહ્યા ઉપસ્થિત
દાહોદ ગણપતી વિસર્જન નિમિતે આજે તા.૨૮/૦૯/૨૦૨૩ ને ગુરુવારના રોજ દાહોદના છાબ તળાવમાં 300 થી વધુ ઝાંખી વિસર્જન કરાયું હતું તે પૂર્વે શહેરના રાજમાર્ગો ઉપર શ્રીજીની શોભાયાત્રાઓ ફરી હતી અને ત્યારબાદ દાહોદ નગર પાલિકા ચોક ખાતે તમામ ઝાંખીઓનું દાહોદ નગર સેવાસદનના પ્રમુખ નીરજ દેસાઈ, ઉપપ્રમુખ શ્રધ્ધાબેન, કારોબારી ચેરમેન હિમાંશુ બાબેરીયા તેમજ અન્ય ભાજપના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
વિસર્જન સ્થળ ઉપર નગર પાલિકા દ્વારા તરવૈયાઓની ટીમ, મેડિકલ ઈમરજન્સી સ્ટાફ, ફાયરની ટીમ તેમજ મોટી ક્રેનોની સુવિધા કરવામાં આવી હતી, અને દાહોદના સમગ્ર માર્ગો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત દાહોદ જિલ્લા પોલીસવડાની સૂચનાથી ગોઠવાયો હતો. જેમાં દાહોદ ટાઉન A ડિવિઝન પી.એસ. આઈ. મુકેશ દેસાઈ, LCB, SOG પેરોલ ફરલો અને B ડિવિઝનની ટીમએ ઉપસ્થિત રહી હતી અને મોડી રાત સુધી શાંતિપૂર્ણ વાતાવરણમાં ધામધુમથી વિસર્જન થઇ રહ્યું છે.