Thursday, December 26, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં "વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ દાહોદ" કાર્યક્રમનું...

દાહોદ ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં “વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ દાહોદ” કાર્યક્રમનું થયું આયોજન

  • બે દિવસીય ઔદ્યોગિક તથા કુટીર પ્રદર્શન સ્ટોલ ખુલ્લા મુકાયા.
  • વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લામાં ૧૩.૨૦ કરોડના ૩ એમ.ઓ.યુ. થયા.

દાહોદમાં “વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ દાહોદ” કાર્યક્રમ પંડિત દીનદયાલ ઓડિટોરિયમ. સ્વામી વિવેકાનંદ સંકુલ ગોવિંદનગર દાહોદ ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ અને જિલ્લા પ્રભારી મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને યોજાયો.

આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનએ ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે સમૃદ્ધ બને તે માટે વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી. ગુજરાતને દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ બની રહેલી આ વાઇબ્રન્ટ સમિટ થકી જિલ્લાના લોકોની સામાજિક અને આર્થિક સ્થિતિઓમાં પરિવર્તન આવશે. ઉદ્યોગો થકી સામાન્ય લોકોને રોજગારી મળી રહે છે. જે સામાન્ય લોકોના જીવન નિર્વાહમાં ખુબ જ મદદરૂપ થાય છે. લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

વધુમાં મંત્રી કુબેરભાઈ ટીંડોરએ જણાવ્યું હતું કે, જેવી રીતે વાઇબ્રન્ટ ગુજરાત થકી ઉદ્યોગના રોકાણ ક્ષેત્રે દેશમાં ગુજરાત રોલ મોડલ રાજ્ય તરીકે વિકસી આવ્યું એવી જ રીતે વાઇબ્રન્ટ દાહોદ કાર્યક્રમ થકી રાજ્યમાં રોકાણ ક્ષેત્રે અને વેપાર ઉદ્યોગ માટે દાહોદ જિલ્લો રોલ મોડેલ બને તેવા સહિયારા પ્રયાસો કરવામાં આવશે.

આ પ્રસંગે રાજ્યના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે , વર્ષ 2003 માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે બે દાયકાઓ પૂર્ણ કર્યા છે, અને જાન્યુઆરી 2024માં તેની 10 આવૃત્તિ આયોજિત થવા જઇ રહી છે. રાજ્યના તમામ 33 જિલ્લાઓ વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ થીમ હેઠળ કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે.

આ પ્રસંગે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર એ જણાવ્યું હતું કે 2003માં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આની શરૂઆત કરી હતી અને આજે 135 દેશ આમાં ભાગ લે છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં અત્યાર સુધી 28000 mou થયા હતા જેમાંથી 21360 ઉદ્યોગ શરૂ થઈ ગયા છે એટલે નરેન્દ્ર મોદી માત્ર વાતો નહિ અમલ કરી અને પરિણામ સુધી દરેક યોજનાઓ ને પહોચાડે છે દાહોદના ઘણા ઉદ્યોગપતિ પણ દાહોદ નું નામ સમગ્ર ભારતમાં અને વિદેશમાં પણ શિખરે પહોંચાડ્યો છે અને આમજ દાહોદ ગુજરાત અને દેશનું નામ વિશ્વમાં ગુંજતું આપણા વડાપ્રધાન રાખી રહ્યા છે અને સાથે સાથે વિકાસ કરી રહ્યા છે અને આપણે તેમની સાથે સાથે વિકાસમાં સાથે જોડાઈ અને આગળ વધીએ અને ઉદ્યોગ થકી લોકોને રોજગાર મળી રહે અને ગુજરાતના દરેક જિલ્લા ને વાઇબ્રન્ટ જિલ્લા બનાવીએ અને વડાપ્રધાન મોદીના 2047માં વિકસિત ભારત બનાવવાના સપનામાં સહભાગી બનીએ.,

આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો.હર્ષિત ગોસાવી એ સ્વાગત પ્રવચન કર્યું અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જનરલ મેનેજર શ્રી એસ.જે.ઠાકોર એ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બે દિવસ માટે ઔદ્યોગિક તથા કુટીર પ્રદર્શન સ્ટોલ ખુલ્લા મુકાયા હતા. તેમજ મહાનુભાવો દ્વારા ઉભા કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ક્રેડિટ લિકેજ સેમિનાર, એક્સપોર્ટ સેમિનાર, એક્ઝિબિશન, ઓડીઓપી બજાર તથા ઔદ્યોગિક તથા કુટીર પ્રદર્શન સ્ટોલના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લાના ઉદ્યોગકારો સાથે એમોયુ થયા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ચેક તથા કીટનું વિતરણ કરાયું.આ પ્રસંગે ઉધોગપતિઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, ધારાસભ્ય સર્વ કનૈયાલાલ કિશોરી, રમેશભાઈ કટારા, મહેશભાઇ ભૂરિયા, શૈલેષ ભાભોર, અને મહેન્દ્રભાઈ ભાભોર સહિત નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઇ સહિત ઉધોગકારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments