દાહોદ જિલ્લામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા અંદાજે અત્યાર સુધી ૮૧૮૪ જેટલા જીવો બચાવાયા છે.
દાહોદ ગુજરાત સરકાર દ્વારા ચાલતી ‘કરુણા એનિમલ હેલ્પલાઇન ૧૯૬૨’ એ પોતાના ૬ વર્ષ પૂર્ણ કર્યા છે. સમગ્ર રાજ્યમાં કુલ ૩૭ જેટલી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ હેલ્પલાઇનમાં રખડતા પશુ – પક્ષીઓ કે જેના કોઈ માલિક નથી, રોડ એક્સિડન્ટમાં કે કોઈ પ્રકારે ઈજા પામેલ હોય અથવા અન્ય કોઈ રીતે ઘાયલ થયેલ હોય તેવા અબોલ પશુ પક્ષીઓને સ્થળ પર જ ત્વરિત સારવાર પૂરી પાડવામાં આવે છે.
કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા શરૂ થયા ત્યારથી અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં આશરે ૫,૭૫,૪૧૧ જેટલા જીવો બચાવ્યા છે. દાહોદ જિલ્લામાં આશરે ૮૧૮૪ જેટલા જીવો આ સેવા દ્વારા બચાવાયા છે. દિવસેને દિવસે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન વિશે લોકો માહિતગાર થઈ રહ્યા છે.