દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે આજે તા.૧૨/૧૦/૨૦૨૩ ને ગુરુવારના રોજ રામાનંદ પાર્ક ખાતે શ્રી રામજી મંદિરના મહામંડલેશ્વર શ્રી જગદીશ દાસજી મહારાજ નિશ્રામાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવનાર છે. અને તેનું આયોજન ભવ્યાતિભવ્ય થનાર છે.
આ પ્રેસ વાર્તામાં પ્રિન્ટ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ પત્રકાર હાજર રહ્યા હતા. પ્રેસ વાર્તા બાદ તમામ પત્રકારો તથા આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં શ્રી રામજી મંદિરના મુખ્ય ટ્રસ્ટીશ્રી મહામંડલેશ્વર શ્રી જગદીશ દાસજી મહારાજ ની સાથે સાથે રામાનંદ પાર્કમાં નવરાત્રિનું આયોજન કરતા કાર્યકર્તાઓમાં ઓમકારભાઈ પ્રજાપતિ, ભરતભાઇ RTO, વિજયભાઈ રાઠી, વિમલભાઈ પંચાલ, ભરતભાઇ પ્રજાપતિ, કૃષ્ણકાંતબ ગુપ્તા, પવન દાસજી, ગૌરવભાઈ દલાલ, જગદીશભાઈ ઠાકોર, રાજુભાઈ પંચાલ, S. S. પટેલ, વિજયભાઈ પંચાલ, નરેશભાઈ ચાવડા, અમરીશભાઈ રામી હાજર રહ્યા હતા.