દાહોદમાં મેમોગ્રાફી ટેસ્ટ ઝાયડસ હોસ્પિટલમાં નજીવા દરે કરી આપવામાં આવશે તેવી જાહેરાત સીઇઓ સંજય કુમાર દ્વારા કરવામાં આવી હતી.
દાહોદ ઝાયડસ સિવિલ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ દ્વારા ૦૮ ઓકટોબર ના રોજ વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર દિવસ ગયો, તેની ઉજવણીના ભાગ રૂપે દાહોદ ઝાયડસમાં ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિટી મેડીસીન એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગ્યનોકોલોજી દ્વારા આજે બ્રેસ્ટ કેંસર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો અને બ્રેસ્ટ કેન્સર કયુરેબલ છે અને તેની તપાસ સમયસર થાય તો બીમારીથી બચી શકાય છે, એટલે મહિલાઓએ દર છ મહિને મેમોગ્રાફી કરાવી લેવી જોઈએ અને પોતાની જાતને સુરક્ષિત કરવા જોઈએ. કારણકે બ્રેસ્ટ કેન્સરના કેસ દેશમાં ઝડપથી વધી રહ્યા છે. જે હેતુ થી આ જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ઝાયડસ સિવિલમાં CEO સંજય કુમાર, ડીન સી.બી. ત્રિપાઠી,) મેડિકલ સુપ્રિટેન્ડન્ટ, ડે.મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ સુનિતા સંજયકુમાર, RMO રાજીવ ડામોર, SGM પ્રકાશ પટેલ તેમજ તમામ ડોકટર અને નર્સિંગ સ્ટાફ તેમજ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.