Thursday, October 31, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદના દેસાઈવાડ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ચોરી થયેલ...

દાહોદના દેસાઈવાડ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ચોરી થયેલ રુ.૧૫,૨૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડયો

દાહોદના દેસાઈવાડ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ચોરી થયેલ રુ.૧૫,૨૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડયો.

પ્રાપ્ત માહિતી અનુસાર તા.૧૨/૧૦/૨૦૨૩ ને ગુરુવારના રોજ દિવસના સમયે જસવંતભાઈ ગોકળભાઈ જાતે ભરવાડ રહે. દેસાઇવાડ, તળાવ ફળીયા દાહોદના બંધ મકાનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમેં લોખંડની જાળીનો તથા લાકડાના દરવાજાના નકુચાઓ તોડી નાખી ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી સોનાની પેન્ડલ વાળી ચેઈન તથા સોનાનો સિક્કો – ૧ તથા ચાંદીના સિક્કા નંગ – ૬ તથા રોકડા રૂ.૧૫,૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૧૬,૧૨,૪૦૦/- ની ધરફોડ ચોરી થયેલ. જે બાબતે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલાએ નાયબ પોલીસ અધિક્ષક એસ.ડી. રાઠોડ દાહોદ વિભાગ દાહોદ નાઓએ સદર ઘરફોડ ચોરીનો ગુન્હો ડીટેકટ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ જે અનુસંધાને દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈંસ્પેકટર કે.એન.લાઠીયા તથા તેઓના પોલીસ સ્ટાફના માણસોની ટીમ દ્વારા હ્યુમન સોર્સીસ મારફતે માહીતી મેળવી સદર ઘરફોડ ચોરી કરનાર ઇસમો બાબતે માહિતી મેળવી ચોરી કરનાર ઇસમો પૈકી ફીરદોસ ઉર્ફે અલાબલા ઈસાભાઈ શીતલ રહે.મોટા ઘાંચીવાડા, ખડકી મહોલ્લા કસ્બાને પકડી પાડી ઘનિષ્ઠ પુછપરછ કરતા સદર ચોરી પોતે તથા કિરદોસ યુસુફ જાતે પીંજારા રહે મોટા ઘાચીવાડા સ્મશાન રોડ દાહોદ વાળા જોડે મળી કરેલાની કબુલાત કરતાં ફિરદાસ ઉર્ફે અલાબલા ઇસાભાઇ જાતે શીતલના પાસેથી ચોરીમાં ગયેલ તમામ
રોકડ રૂ.૧૫,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments