Thursday, October 31, 2024
Google search engine
HomeDahod - દાહોદનવરાત્રીના પાવન પર્વના છઠ્ઠા દિવસે RSS ની પ્રેરણાથી દાહોદ લક્ષ્મીનગરમાં ૨૫ બાલિકાઓનું...

નવરાત્રીના પાવન પર્વના છઠ્ઠા દિવસે RSS ની પ્રેરણાથી દાહોદ લક્ષ્મીનગરમાં ૨૫ બાલિકાઓનું પૂજન કરી ગરબાની કરી શરૂઆત કરવામાં આવી

હિંદુ શાસ્ત્રો પ્રમાણે આપણા પવિત્ર નવરાત્રિના નવ દિવસના આ તહેવારમાં બાલિકા પૂજનનું મહત્વ અનાદીકાળ થી વર્ણવેલું છે. જેના ભાગ રૂપે તા.૨૦/૧૦/૨૦૨૩ ને શુક્રવારના રોજ દાહોદ નગરમાં 25 બાલિકાઓનું પૂજન કરી ગરબાની કરી શરૂઆત

નવરાત્રીના પાવન પર્વમાં આપી પૌરાણિક સંસ્કૃતિ અને ધર્મને જાળવી રાખવા તેમજ સમાજમાં દીકરીઓ પ્રત્યે ક્યાંક ને ક્યાંક ઉપસી આવતી ધ્રીણાં તેમજ દીકરીઓની સમાજમાં ઘટતી જતી સંખ્યા જેવા પરિબળોને લક્ષ્યમાં રાખી અને આપણી બેન દીકરીઓ અને માતાઓને સમાજમાં વધુ ને વધુ માન મળે અને ભવિષ્યમાં આ બધા પ્રકારના તિરસ્કારની શિકાર બાલિકાઓ ભવિષ્યમાં ના બને અને આવનારી પેઢીઓ જાગૃત થાય તે હેતુ થી દાહોદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની પ્રેરણા થી દાહોદ લક્ષ્મી નગરના રહીશો દ્વારા આજે છઠા નોરતે બાલિકા પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બાલિકાને પોતાના માતા પિતા દ્વારા ફૂલ હાર પહેરાવી અને કંકુ ચોખાથી પુજન કરી તેમની આરતી ઉતારવામાં આવી હતી. જેનાથી એક અદ્ભુત નજારો સર્જાયો હતો. પૂજન પછી સોસાયટીના રહીશો દ્વારા બાલિકાઓને ભેટ સોગાદ આપી સન્માન કરાયું હતું. અને ત્યારબાદ ત્યાં નવરાત્રિની શરૂઆત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments