Thursday, December 5, 2024
Google search engine
HomeSingvadદાહોદ જિલ્લાના પતંગડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ મંત્રી બચુભાઈ ખાબડનાં વરદ્હસ્તે કરાયું

દાહોદ જિલ્લાના પતંગડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ મંત્રી બચુભાઈ ખાબડનાં વરદ્હસ્તે કરાયું

  • મંત્રી બચુભાઈ ખાબડ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અંદાજિત ૧૦૩.૬૦ લાખના ખર્ચે બનેલ પતંગડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું.
  • રાજ્યના તમામ નાગરિકો સુધી આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે – મંત્રી બચુભાઈ ખાબડ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પતંગડીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડનાં અધ્યક્ષ સ્થાને યોજાયો. આ પ્રસંગે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પતંગડી શરૂ થતા હવે ઘર આંગણે જ પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે. રાજ્યના તમામ નાગરિકો સુધી આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના પરિણામે રાજ્યમાં મજબૂત આરોગ્ય માળખું વિકસિત થયું છે. આયુષ્માન ભારત યોજનાથી ગંભીર બીમારીઓની સારવાર મેળવી રહેલા લાખો જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનો પરનું આર્થિક સંકટ ટળ્યું છે. આ સંદર્ભે તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડની લાભિત રકમ રૂ.૫ લાખથી વધારીને ૧૦ લાખ કરી દીધી છે. જેથી હવે ૧૦ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળી રહેશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરે જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં ૯૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૨૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર થકી છેવાડાના માનવી સુધી પ્રાથમિક આરોગ્ય સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. પતંગડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજુબાજુ ગામના લોકોને આરોગ્યની પ્રાથમિક સુવિધા પ્રાપ્ત થશે.

આ પ્રસંગે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે , રાજ્ય સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ અંતર્ગત ૧૦ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે માટે દરેક વ્યક્તિએ આયુષ્યમાન કાર્ડ કઢાવી લાભ લેવો જોઈએ . કેન્સર જેવી મોટી બીમારીઓનું આયુષ્યમાન કાર્ડ દ્વારા મફત સારવાર કરવામાં આવે છે. અંદાજિત ૧૦૩.૬૦ નાં ખર્ચે બનેલ પતંગડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ નો લાભ આજુબાજુના ગામડાઓને પ્રાથમિક સુવિધાઓ લાભ મળશે.

આ પ્રસંગે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રીશ્રી બચુભાઈ ખાબડ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બહેનોને ચણાની કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ઉદય ટીલાવતએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે પહાડ અને સરજુમી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનું ખાતર્મુહત મહાનુભાવો હસ્તે કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, આરોગ્ય સમિતિ ચેરમેન, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, તાલુકા પંચાતના પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, ગામના સરપંચ સહિત આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલ સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments