Thursday, October 31, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંગે ઇન્ચાર્જ કલેકટર ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને...

દાહોદ જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંગે ઇન્ચાર્જ કલેકટર ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને યોજાઈ સમીક્ષા બેઠક

યાત્રા દરમિયાન યોજાનાર કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ લોકો સુધી પહોંચે તેવુ આયોજન કરવા ઇન ચાર્જ કલેકટર શ્રી ઉત્સવ ગૌતમ સૂચન કર્યુ હતુ.

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃત્તિ અર્થે દાહોદ જિલ્લામાં તા. ૧૫ નવેમ્બર ૨૦૨૩ના રોજથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું શુભારંભ થયો છે જે સંદર્ભે ઇન્ચાર્જ કલેકટર ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

બેઠકમાં ઇન્ચાર્જ કલેકટર ઉત્સવ ગૌતમએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભો લોકો સુધી પહોંચે અને જનજાગૃત્તિ કેળવાય તે માટે દાહોદ જિલ્લાના બધા તાલુકાના ગામડાઓમાં તા. ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ સુધી દરરોજ વિકાસ યાત્રા પરિભ્રમણ કરશે. તે માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ બનાવાયેલી સમિતિની કામગીરી અંગે માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કર્યા હતા. વધુમાં તેમણે આઈટી પોર્ટલ ઉપર ડેટા અપલોડ કરવા, લાભોનું વિતરણ, રૂટ પ્લાન, નોડલ ઓફિસરોની નિમણૂક, યાત્રા ગામમાં પહોંચે ત્યારે કાર્યક્રમના આયોજન માટે સ્ટાફની ફાળવણી સહિતની વિગતો ચકાસી હતી.

વધુમાં સરકારની ૧૭ જેટલી વિવિધ યોજનાઓનો વિશેષ પ્રચાર પ્રસાર કરવા માટે જણાવ્યું હતું. જે ગામમાં યાત્રા પહોંચે ત્યાં હેલ્થ કેમ્પ, PMJAY કાર્ડ વિતરણ, સિકલસેલ, ટીબીના દર્દીઓનું સ્ક્રીનીંગ, ક્વિઝ કોમ્પિટિશન, “મેરી કહાની મેરી જુબાની”, “ધરતી કહે પુકાર કે”,  સ્વચ્છ્તા સોંગ જેવા કાર્યક્રમો કરી યાત્રાનો હેતુ સફળતાપૂર્વક સાર્થક થાય અને ગામડાઓમાં યોજાનારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તે ખૂબ મહત્વનું છે એમ જણાવી તે મુજબ કામગીરી કરવા જણાવ્યું હતું.

ઇન્ચાર્જ જિલ્લા કલેકટર ઉત્સવ ગૌતમએ તમામ સંલગ્ન અધિકારીઓને જણાવ્યું હતું કે, જે અધિકારી કે કર્મચારીઓને કામગીરી ફાળવવામાં આવી હોય તેમના નામ પ્રમાણે ડ્યુટી વાઈઝ ઓર્ડર કરવા આવે. આ સિવાય વિવિધ ખાતાઓને “મેરી કહાની, મેરી જુબાની” હેઠળ સક્સેસ સ્ટોરી માટે માર્ગદર્શન આપ્યું હતું. આ યાત્રા દરમિયાન ગામડાઓમાં યોજાનારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે અને દરેક ગામમાં સરકારી યોજનાના લાભર્થીઓને નક્કી કરી જે તે દિવસે સ્થળ પર જ લાભો વિતરણ કરવા અંગે જણાવ્યું હતું. કોઇ પણ લાભાર્થી સરકારશ્રીના લાભથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.

આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  બી.એમ. પટેલ, નાયબ પોલીસ સિદ્ધાર્થ, મદદનીશ વન સંરક્ષક અભિષેક શામરીયા, પ્રાંત અધિકારીઓ, તાલુકા મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફીસર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments