દાહોદ ટાઉન “A” ડિવી.પો.સ્ટે.વિસ્તારમાં ગોધરા રોડ ખાતે રીક્ષામાથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ-૨૩૧ કિ.રૂ.૩૩,૯૩૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરી પરીવહનમા ઉપયોગમા લીધેલ ઓટો રીક્ષા કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૦૨ મળી કુલ કિ.રૂ.૧,૯૩,૯૩૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ (૦૩) આરોપીઓ તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરીને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ.
નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સુચના મુજબ પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા દાહોદનાઓએ જિલ્લામાં પ્રોહીબિશનની અસામાજીક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્તનાબુદ કરવા સારુ લીસ્ટેડ પ્રોહી બુટલેગરો ઉપર તેમજ મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી/ પરિવહન કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેઓના આશ્રય સ્થાનો ઉપર રેઇડ કરી પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ એલ.સી.બી.ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને એલ.સી.બી.સ્ટાફના માણસોની ટીમો પ્રોહીબિશનની પ્રવૃતિ આચરતા ઈસમો તેમજ પ્રોહી બુટલેગર ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમા કાર્યરત હતી.
દરમ્યાન LCB. P.I. કે.ડી.ડિડોરનાઓની સુચના મુજબ ગઇકાલ LCB. P.S.I. એમ.એલ.ડામોર તથા P.S.I. જે.બી.ધનેશા તથા LCB ટીમ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા નિકળી દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, એક રીક્ષા નં. GJ.17 U.8374 મા મધ્યપ્રદેશ પીટોલ દારૂના ઠેકા ઉપરથી ઇંગ્લીશ દારૂ ભરી મુવાલીયા થઈ દાહોદમાં પ્રવેશી તળાવ ફળીયા ભીલવાડા તરફ જનાર છે. જે આધારે વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી રીક્ષામાથી ભારતીય બનાવટના વિદેશી દારુના જથ્થા સાથે ત્રણ આરોપીઓ તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી દાહોદ ટાઉન “A” ડિવીઝન. પો.સ્ટે. પ્રોહીબિશનનો ગુનો રજી. કરાવેલ.
આ પ્રોહી ગુન્હામાં પકડાયેલ આરોપીઓ જેમાં (૧) વિકાસ સુભાષભાઈ જાતે. સાંસી ઉ.વ.૨૫ વર્ષ, ધંધો – ડ્રાઇવીંગ રહે.દાહોદ તળાવ ફળીયા ભીલવાડા તા.જી.દાહોદ, (૨) ખુશ્બુબેન વા/ઓફ મહેન્દ્રભાઈ મુકેશભાઈ સાંસી રહે.દાહોદ તળાવ ફળીયા ભીલવાડા તા.જી.દાહોદ (૩) નયનાબેન વા/ઓફ મુકેશભાઈ કાળુભાઈ સાંસી રહે.દાહોદ તળાવ ફળીયા ભીલવાડા તા.જી.દાહોદ, (૪) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરી તથા કબ્જે કરેલ મુદ્દામાલ કે જેમાં ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇગ્લીશ દારૂ તથા બિયરની બોટલો નંગ-૨૩૧ ની કિ.રૂ.૩૩,૯૩૦/-નો પ્રોહી મુદામાલ તથા પ્રોહી મુદ્દામાલની ફેરાફેરીમાં ઉપયોગમા લીધેલ ઓટો રીક્ષા કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/- કિ.રૂ.૧,૮૩,૮૩૦/- નો મુદ્દામાલ પકડી સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓએ દાહોદ ટાઉન “એ” ડિવી.પો.સ્ટે.વિસ્તારમા ગોધરા રોડ ખાતે રીક્ષામાથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ-૨૩૧ કિ.રૂ.૩૩,૯૩૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરી પરીવહન મા ઉપયોગમા લીધેલ ઓટો રીક્ષા કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૦૨ મળી કુલ કિ.રૂ. ૧,૯૩,૯૩૦/- ના મુદ્દામાલ સાથે ૦૩ (ત્રણ) આરોપીઓ તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરીને ઝડપી પાડવામા દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળેલ છે.