ભારતીય પરંપરા મુજબ નવ વર્ષની શરૂઆત મિલન મુલકાત અને સ્નેહ ભર્યા વાતાવરણમાં લોકો શરૂ કરતા હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ જિલ્લાની દરેક વિધાનસભા 23, 24, 25 નવેમ્બર ના રોજ સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જેના ભાગ રૂપે આજે તા.૨૩/૧૧/૨૦૨૩ ને ગુરુવારના રોજ ઝાલોદ રોડ પર આવેલ શ્રી રામ પાર્ટી પ્લોટ દાહોદ ખાતે આ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા ઉપસ્થિત તમામ લોકોને અને દાહોદ શહેર, તાલુકાની જનતાને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
ત્યારબાદ ગરબાડા વિધાનસભામાં ગત વિધાન સભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલેષ ભાભોર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા તેમને ભવ્ય પુષ્પમાળા પહેરાવી સ્વાગત કર્યું હતું. દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર એ જણાવ્યું હતું કે આ ભાજપની તાકાત છે અને લોકોનો વિશ્વાસ દિવસે અને દિવસે ભાજપમાં વધી રહ્યો છે. તે આપણે જોઈ રહ્યા છીએ અને આ બધું આપણા દેશના લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલ વિકાસના કાર્યો અને દેશની પ્રગતિના કારણે થઈ રહ્યું છે, ત્યારબાદ દેવગઢ બારિયા નાં ધારાસભ્ય અને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ એ કહ્યું કે આપણા આદિવાસી બંધુઓ મહેનત કરવાવાળા છે અને કોઈની ખોટી લાલચમાં આવતાં નથી અને તેમને કોઈમાં વિશ્વાસ હોય તો તે માત્ર મોદીની ગેરેંટીમાં છે કારણકે તે જે ગેરંટી આપે છે તે આપેલી ગેરંટી પૂરી કરે છે.
આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, મહેન્દ્ર ભાભોર તથા મહામંત્રી નરેન્દ્ર સોની, સુધીર લાલપુરવાલા, નગર પાલિકા પ્રમુખ નિરાજ દેસાઈ, પૂર્વ પ્રમુખ અભિષેક મેડા, તાલુકા પ્રમુખ મુકેશભાઈ લાબાના, મહિલા મોરચાના કૈલાશબેન પરમાર, પ્રજિત રાઠોડ તથા મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌ કાર્યકર્તાઓ માટે પ્રિતિભોજ રાખવામાં આવ્યું હતું.