અમદાવાદ શહેર DEO અને અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ DPEO રોહિત ચૌધરીને ભારત સરકારના શિક્ષણ મંત્રીના હસ્તે રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમીની સ્ટેશન તરફથી નેશનલ એવોર્ડ ફોર ઇનોવેશન એજ્યુકેશનલ એવોર્ડ આપવામાં આવ્યો
(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : 5 ડિસેમ્બર 2023ના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રીય શૈક્ષણિક યોજના અને પ્રશાસન સંસ્થાએ ઇનોવેટિવ પ્રોજેક્ટની કેન્દ્ર સરકારના નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમીની સ્ટેશન (એન.આઇ.પી.એ) તરફથી નેશનલ એવોર્ડ ફોર ઇનોવેશન એજ્યુકેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના ડી .ઇ .ઓ અને અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ ડી.પી.ઇ.ઓ રોહિત એમ ચૌધરીને ભારત સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રધાનના હસ્તે રાષ્ટ્રીય એવોર્ડ થી દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા. રોહિત એમ ચૌધરીએ રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અને સરકારી અધિકારીઓ કર્મચારીઓ મિત્રો પરિવારજનો શુભેચ્છકો શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.