દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે રાકેશભાઈ સંગાડા નામે દર્દીના હોઠનાં કેન્સર માટે તા.૦૭/૦૯/૨૦૨૩ ના રોજ કાન, નાક, ગળાના વિભાગમાં દાખલ કરવામાં આવેલ હતા. દર્દીના હોઠ અને ગળાના જમણા ભાગમાં (RAW AREA) મોટો ઘાવ (૫×૫ Cm) નો હતો. જે અંગેની Flap Surgery (સુઘટન સર્જરી) કે જેમાં શરીર ઉપરની એક જગ્યાની ચામડી કાઢી જરૂરી ઘાવ વળી જગ્યાએ સ્થાપિત કરવામાં આવે છે. જે અનુસાર દર્દીને ગળાના ચાંદાના ભાગે ચામડી બેસાડવાની કાર્યવાહી સર્જરી વિભાગના નિષ્ણાત સર્જનો ડો.સુનીલ પટેલ, ડો.મધુકર વાઘ, ડો.સુષ્મા, તેમજ એનેસ્થેસિયા વિભાગના ડો.આનંદ દરજી તથા તેમની ટીમ સાથે આ સફળ ઓપરેશન કરવામાં આવેલ છે.
દાહોદના ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે એક દર્દીના ગળાના જમણા ભાગમાં (RAW AREA) મોટો ઘાવ (૫×૫ Cm) હતો, જેની સફળ Flap Surgery કરવામાં આવી
RELATED ARTICLES