દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના દાસા ખાતે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, લીમખેડાના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર સહિત શાળાઓ અને આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો – વિદ્યાર્થીઓએ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. જ્યારે સાંસદ જશવંતસિંહ ભાભોરએ પોતાના પરિવાર સાથે ભગવાન રામની મહા આરતી ઉતારી હતી. બાદમાં મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અદ્દભુત પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનો સાંસદ જશવંતસિંહ ભાભોરએ લાઈવ કાર્યક્રમ નિહાળી શાળામાં અભ્યાસ કરતા બાળકોને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.
સિંગવડ તાલુકાના દાસામાં સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોર એ ભગવાન શ્રી રામની મહાઆરતી કરી
RELATED ARTICLES