દાહોદ જિલ્લાના ફતેપુરામાં 26 મી જાન્યુઆરીના રોજ તાલુકા કક્ષાનું ધ્વજ વંદન મામલતદારના હસ્તે જવેશી ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવ્યુ હતુ તેમ જ ફતેપુરા ગ્રામ પંચાયત, ફતેપુરા આઈ. કે. દેસાઈ સ્કૂલ, ફતેપુરા કુમાર શાળા, વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજ, જાગૃતિ કન્યાશાળા, ફતેપુરા પોલીસ સ્ટેશન તેમજ઼ ટચ ધ લાઈટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ફતેપુરા માં દાહોદ જિલ્લા આચાર્ય સંઘ મહામંત્રી અને ટ્રસ્ટી અલ્કેશભાઈ પ્રજાપતિ દ્વારા ધ્વજ વંદન કરાયુ હતુ દેશના ભાવી એવા બાળકોને અલ્પેશભાઈ પ્રજાપતિ દ્વારા પ્રોત્સાહન રૂપી પ્રવચન આપી બાળકોનો ઉત્સાહ વધારયો હતો. દરેક જગ્યાએ સમયાંતરે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. દરેક સ્કૂલોમાં ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓના વાલીઓ હાજર રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બાળકોને ગિફ્ટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત ખાતે સારી સફાઈ અભિયાન નિમિતે ઝીણીબેનને વિશાલભાઈ નહાર તરફથી ડ્રેસ કપડાં ગિફ્ટમાં આપવામાં આવ્યા હતા. આખા તાલુકામાં શાંતિપૂર્ણ રીતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને બાળકો અને વડીલોના પિતાઓને પણ બાળકોના ઉત્સાહને લઇ આનંદિત થયા હતા.
ફતેપુરાની દરેક શાળાઓમાં ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવી
By NewsTok24
0
91
- Tags
- flash
RELATED ARTICLES