દાહોદ શ્રી રામ મંદિર તથા રામાનંદ પાર્કના મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજ દ્વારા એક પત્રકાર વાર્તાલાપમાં જણાવવામાં આવ્યું હતું કે શ્રી રામાનુજાચાર્ય જન્મ જયંતી નિમિત્તે અમારા ગુરુ ના આદેશથી જે ઉત્સવ દર વર્ષે ડાકોર ખાતે ઉજવાય છે તેની જગ્યાએ આ વર્ષે દાહોદ મુકામે આ ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવનાર છે. તે હેતુસર મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ દ્વારા રામાનંદ પાર્ક ખાતે એક પત્રકાર વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.૦૨/૦૨/૨૦૨૪ ને શુક્રવારના રોજ રામાનુજાચાર્યની ભવ્ય શોભા યાત્રા રામાનંદ પાર્ક ખાતેથી સવારે ૦૯:૦૦ કલાકે નીકળી હનુમાન બજાર, નેતાજી બજાર, ગાંધી ચોક, દોલતગંજ બજાર, ગૌશાળા રોડ, એ.પી.એમ.સી. થઈ પરત રામાનંદ પાર્ક ખાતે સમાપન કરવામાં આવશે, ત્યારબાદ આવેલ સંતો મહંતોનું સ્વાગત તથા રામાનુજાચાર્યના જીવન આધારિત માર્ગદર્શન આપવામાં આવશે અને ત્યાર પછી ભોજન પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવેલ છે. તો દાહોદની ધર્મ પ્રેમી જનતાને રામાનંદ પાર્કના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.