બદલી પામનારા ડો હર્ષિત ગોસાવીએ યોગેશ નીરગુડેને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા
દાહોદ જિલ્લા કલેક્ટર તરીકે યોગેશ નિરગુડે એ આજે તા.૦૧/૦૨/૨૦૨૪ ને ગુરુવારના રોજ પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. બદલી પામનારા ડો હર્ષિત ગોસાવીએ તેમને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા હતા અને ચાર્જ સોંપ્યો હતો.
જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે મૂળ મહારાષ્ટ્રના વતની છે તેઓ ભારતીય સનદી સેવામાં જોડાયા છે. તેઓ મિતભાષી સ્વભાવ ધરાવે છે. દાહોદ જિલ્લા કલેક્ટર પદે નિયુક્તિ પૂર્વે તેઓ અમરેલી ખાતે ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે, ભાવનગર ખાતે રીજીનલ કમિશનર તરીકે તેમજ ભાવનગરમાં જ કલેકટર તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત તેઓએ નિયામક આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર અને ભાવનગર ખાતે મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી હતી. છેલ્લે તેમણે, ગૃહ વિભાગમાં સેવાઓ આપી પોતાની ફરજ નિભાવી છે. પોતાના આટલા કાર્યકાળની સેવા દરમ્યાન તેઓની હવે દાહોદ જિલ્લા કલેકટર તરીકે નિમણુંક થતાં તેઓએ આજે દાહોદ જિલ્લાનો ચાર્જ હાથમાં લીધો.
નવા નિમાયેલ કલેકટરના આગમન સાથે પૂર્વ કલેકટર ડો.હર્ષિત ગોસાવી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, એ.એસ.પી. કે સિદ્ધાર્થ, એ.એસ.પી. બીશાખા જૈન, નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પ્રાંત અધિકારીઓ સહિત અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
નવા નિમાયેલ દાહોદ જિલ્લા કલેકટર તરીકે યોગેશ નિરગુડેને દાહોદ જિલ્લાનો કાર્યભાર સંભાળવા બદલ NewsTok24 ના Editor In Chief નેહલભાઈ શાહ અને NewsTok24 પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા…